નીતિ આયોગની નવી ટીમ જાહેર, સુમન બેરીને બનાવાયા ઉપાધ્યક્ષ
એન.ડી.એ.ના સાથી પક્ષોના સાંસદોને પણ અપાયું સ્થાન
નીતિ આયોગનું પુનર્ગઠન થઈ ગયું છે. નવી ટીમની જાહેરાત મંગળવારે કરવામાં આવી છે. જેમાં પીએમ મોદીની અધ્યક્ષતાવાળી ટીમમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને જેપી નડ્ડાને જગ્યા મળી ગઈ છે. થોડા વર્ષો પહેલા બનાવેલી નીતિ આયોગમાં હવે એનડીએના સહયોગી પણ છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરીને બનાવાયા છે. વી.કે સારસ્વત, રમેશચંદ્ર, વી.કે.પોલ અને અરવિંદ વિરમણીને કાયમી સભ્યો બનાવાયા છે.
એનડીએમાંથી ચિરાગ પાસવાન, એચડી કુમારસ્વામી, રામ મોહન નાયડૂ અને લલન સિંહને પણ તેમાં જગ્યા આપવામાં આવી છે.
આ ઉપરાંત રામ મોહન નાયડૂ, જીતનરામ માઝી નીતિ આયોગના નવા મેમ્બર છે. અન્નપૂર્ણા દેવી, રામ મોહન નાયડૂ, ઝુયલ ઓરમ પણ નીતિ આયોગની નવી ટીમમાં સામેલ કર્યા છે.
તો વળી વિશેષ આમંત્રિત સભ્ય તરીકે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી અને એમએસએમઈ મંત્રી જીતન રામ માંઝીને જગ્યા આપી છે.
પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ અને લલન સિંહ, સામાજિક ન્યાય મંત્રી વીરેન્દ્ર કુમાર, ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડૂ, આદિવાસી મામલાના મંત્રી ઝુઅલ ઓરમ, મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, ફુડ પ્રોસેસિંગ મંત્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર રાવ ઈંદરજીત સિંહને પણ વિશેષ આમંત્રિત સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે.