ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કુસ્તીમાં નિશા દહિયાની ઉત્તર કોરિયા સામે હાર

01:25 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement

ભારતની નિશા દહિયાએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 68 કિગ્રા વજન વર્ગમાં શાનદાર શરૂૂઆત કરી છે. નિશાએ પ્રથમ રાઉન્ડ ઓફ 16માં યુક્રેનની ટેટિયાના રિઝકોને હરાવી હતી. પરંતુ આ પછી તેમને ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાની સોલ ગમ પાકથી હારનો સામનો કરવો પડ્યો હતો. સિઓલ 10-8 થી જીતી હતી. આ રીતે નિશા સેમીફાઈનલમાં જવાનું ચૂકી ગઈ છે.મેચ શરૂૂ થતાની સાથે જ નિશાએ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશા શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી. તેની વિરોધી સોલ ગમ પાક તેની સામે ઝાંખી પડી હતી. બીજો રાઉન્ડ શરૂૂ થતાં જ નિશાએ વધુ 4 પોઈન્ટ મેળવ્યા હતા. નિશાને કુલ 8 પોઈન્ટ મળ્યા છે.

Advertisement

તે સમય સુધી ઉત્તર કોરિયાની સોલ ગમ પાક માત્ર 6 પોઈન્ટ જ બનાવી શકી હતી.પરંતુ ત્રીજા રાઉન્ડ દરમિયાન નિશા દહિયાને તેના જમણા હાથમાં સમસ્યા જોવા મળી હતી. તે રડી રહી હતી. ફિઝિયો દ્વારા તપાસ કરાવ્યા બાદ તે મેચમાં ફેડ થતી દેખાઈ હતી. જ્યારે 13 સેક્ધડ બાકી હતી ત્યારે બંને ખેલાડીઓ 8-8 થી બરાબરી પર હતા. પરંતુ આ 13 સેક્ધડમાં સોલ પાકે ગેમ બદલી નાખી અને 2 પોઈન્ટ મેળવ્યા હતા.નિશા શરૂૂઆતમાં રાઉન્ડ ઓફ 16ની મેચમાં ટેટિયાનાથી પાછળ રહી ગઈ હતી પરંતુ 4-4ની બરાબરી બાદ તેણે છેલ્લી થોડી સેક્ધડોમાં ટેટિયાનાને મેટમાંથી બહાર કાઢીને બે પોઈન્ટ મેળવીને જીત મેળવી હતી.

Tags :
indiaindia newsNisha DahiyaNorth Koreawrestling
Advertisement
Next Article
Advertisement