ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

12:35 PM Oct 17, 2024 IST | Bhumika
Advertisement

30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો

Advertisement

ગતની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની મોસ્ટ આઇકોનિક બ્યુટી પેજન્ટની આ 60મી વર્ષગાંઠ હતી, જેમાં મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું હતું. મુંબઈના વર્લીમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિતા એક અભિનેત્રી છે, જે 18 વર્ષની ઉંમરથી અભિનય કરી રહી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તાએ નિકિતાના માથા પર તાજ શણગાર્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ તેનો મિસ ઈન્ડિયા સેશ રજૂ કર્યો હતો.

આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની સાથે અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ રેમ્પ વોક કર્યું હતું. નિકિતાએ પોતાના કરિયરની શરૂૂઆત ટેલિવિઝન એન્કર તરીકે કરી હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાની વાત કરીએ તો અભિનય સિવાય તેને લેખનનો પણ શોખ છે, નિકિતાએ લખેલા નાટકમાં કૃષ્ણ લીલાના 250 પાના પણ છે. હોસ્ટિંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ પચંબલ પારથ છે.

Tags :
Femina Miss Indiaindiaindia newsNikita Porwal
Advertisement
Next Article
Advertisement