શેરબજારમાં સાર્વત્રિક તેજીથી નિફ્ટી ઓલટાઈમ હાઈ
- એફએમસીજી, બેન્કિંગ-ફાઈનાન્સ, ટેલિકોમ સેક્ટરમાં જોરદાર ખરીદીથી નિફ્ટી 22,186ની નવી સપાટીએ પહોંચી
ભારતીય શેરબજારમાં તેજીનો દોર જારી રહ્યો છે. જોરદાર ખરીદીના આધારે સોમવારે શેરબજારે નવો ઈતિહાસ રચ્યો છે. મુખ્ય સૂચકાંક નિફ્ટીએ ટ્રેડિંગ દરમિયાન નવી ઊંચી સપાટી બનાવી છે. સોમવારે નિફ્ટી 22,103.45 પોઈન્ટ પર ખુલી હતી. અને ટ્રેડિંગ દરમિયાન 22,186.90 પોઈન્ટની સપાટીએ પહોંચી હતી. જે નિફ્ટીની ઓલ ટાઈમ હાઈ છે.
અગાઉ 16 જાન્યુઆરીએ નિફ્ટીએ 22,124 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી હતી, જે આજે તૂટી હતી. છેલ્લા એક વર્ષમાં નિફ્ટીમાં લગભગ 24 ટકાનો વધારો થયો છે. જ્યારે સેન્સેક્સ આજે 72,627.60 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 72,773.56 પોઈન્ટ પર ગયો હતો. હાલમાં બપોરે ત્રણ વાગ્યે સેન્સેક્સ 231 પોઇન્ટના ઉછાળા સાથે 72,658 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજના તેજીના બજારમાં, ફાઇનાન્સ અને બેન્કિંગ ક્ષેત્રો બજારને ટેકો આપી રહ્યા છે, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ બંને લગભગ 2 ટકાની વૃદ્ધિ જોઈ રહ્યા છે. આ સિવાય ઈંઈઈંઈઈં બેંક પણ લગભગ 1.68 ટકા ઉપર છે. મારુતિ અને ઈંઝજના શેરોએ પણ બજારને ટેકો આપ્યો છે.
આજે છટગકના શેરમાં 8 ટકાથી વધુનો વધારો, ઈંછઋઈના શેરમાં 3 ટકા અને ઈંછઈઝઈના શેરમાં લગભગ દોઢ ટકાનો વધારો જોવા મળે છે. આ સિવાય અન્ય સરકારી કંપનીઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઇઈઈએ 5 ટકાની ઉપલી સર્કિટ ફટકારી છે, જ્યારે ઙફુળિંનો શેર, જે ગયા અઠવાડિયે સમાચારમાં હતો, તે સતત બીજા ટ્રેડિંગ દિવસે 5 ટકાની ઉપલી સર્કિટ પર પહોંચ્યો છે. ભારતીય બજાર છેલ્લા કેટલાક દિવસોથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. નિષ્ણાતોના મતે હવે બજાર આગળ વધવા માટે તૈયાર છે. બેન્ક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તેજી વચ્ચે મિડકેપ શેર્સ આઉટપરફોર્મ કરી રહ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી માર્ચ 2023થી ચાલુ છે.