For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલગામ હુમલાથી દુખી નેહા ખાન સનાતન ધર્મ અપનાવી બની નેહા શર્મા

04:51 PM Apr 30, 2025 IST | Bhumika
પહેલગામ હુમલાથી દુખી નેહા ખાન સનાતન ધર્મ અપનાવી બની નેહા શર્મા

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલી ગાઝિયાબાદની એક મુસ્લિમ છોકરીએ સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. હિન્દુ રક્ષા દળની મદદથી, છોકરીએ ધાર્મિક વિધિઓ અને રિવાજો મુજબ હિંદુ ધર્મ અપનાવ્યો. આ દરમિયાન સંસ્થાના પ્રમુખ હાજર રહ્યા હતા. ધર્મ પરિવર્તન પછી, છોકરીએ તેનું નામ નેહા ખાનથી બદલીને નેહા શર્મા રાખ્યું.

Advertisement

નેહા શર્માએ કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ તેમને અંદરથી હચમચાવી દીધા. તેમણે કહ્યું કે જ્યારે તેમણે જોયું કે આતંકવાદીઓ હિન્દુઓની ઓળખ પૂછ્યા પછી કેવી રીતે તેમની હત્યા કરે છે, ત્યારે તેમને સમજાયું કે મુસ્લિમ ધર્મ હવે આતંકનો પર્યાય બની ગયો છે. તેને લાગ્યું કે દરેક મુસ્લિમ આતંકવાદી જેવો દેખાવા લાગ્યો છે. આ ભાવનાત્મક ઈજાને કારણે, તેમણે સનાતન ધર્મ અપનાવવાનું નક્કી કર્યું.

ધાર્મિક વિધિ દરમિયાન, નેહાએ પિંકી ચૌધરીને રક્ષાસૂત્ર પણ બાંધ્યું અને તેની પાસેથી રક્ષણનું વચન લીધું. નેહાએ કહ્યું કે હવે તે ગર્વથી કહેશે કે તે સનાતનની પુત્રી છે અને મુસ્લિમ સમુદાયના અન્ય લોકોએ પણ આ દિશામાં વિચારવું જોઈએ.

Advertisement

હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિંકી ચૌધરીએ તેને ધર્મ પરિવર્તન નહીં પણ ઘરવાપસી ગણાવી. તેમણે કહ્યું કે સંગઠન સ્વેચ્છાએ સનાતન ધર્મ અપનાવવા માંગનાર કોઈપણ વ્યક્તિનું સ્વાગત કરશે

Advertisement
Tags :
Advertisement
Advertisement