નીટ-યુજીનું ફાઇનલ પરિણામ બે દિવસમાં જાહેર થશે: ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ‘સત્યમેવ જયતે’ કહી જણાવ્યું કેન્દ્ર સરકાર આ મામલે પહેલા પણ કહેતી રહી છે કે મોટા પાયે કોઈ લીકેજ નથી થયું, સુપ્રીમ કોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સરકાર કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન સહન કરશે નહીં. પરીક્ષાની પવિત્રતા આપણા માટે સર્વોચ્ચ છે.
તેમણે ખાતરી આપી હતી કે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાયેલો જણાશે તો તેને બક્ષવામાં આવશે નહીં. પરીક્ષાના પરિણામોની ઘોષણા કરવામાં વિલંબના પ્રશ્ન પર, પ્રધાને કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી બે દિવસમાં નીટ-યુજીના અંતિમ પરિણામો જાહેર કરશે. તેમણે કહ્યું કે નીટ-યુજીની મેરિટ લિસ્ટમાં સુપ્રીમ કોર્ટના અવલોકનો અનુસાર સુધારો કરવામાં આવશે.
તેમણે કહ્યું કે LOP નેતા અને તેમના નેતૃત્વએ પરીક્ષાને બકવાસ ગણાવી હતી. તેમણે (વિપક્ષે) દેશના વાલીઓ અને લોકો અને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ. બધું રેકોર્ડ પર છે. અમે જાહેર પરીક્ષાને જરૂરી કાયદો આપ્યો. તેઓએ જવાબ આપવો જોઈએ કે તેઓ કાયદો ક્યારે લાવ્યા અને શા માટે પાછો ખેંચ્યો? CBT અથવા OMR શીટ આધારિત પરીક્ષામાં નીટમાં બેસનારા OBC, SC, ST વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 4750 કેન્દ્રો છે. પરીક્ષા ગ્રામીણ, આદિવાસી અને દલિત બાળકો માટે છે, સૌથી વધુ લાભાર્થીઓ OMR અથવા CBT હશે, ઉચ્ચ સ્તરીય પેનલ નક્કી કરશે.