નીટ-યુજીની પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ: આગામી તા. 5 મેએ પરીક્ષા
મેડિકલના MBBS સહિતના કોર્સમાં મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (ગઝઅ)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. ઇચ્છૂક વિદ્યાર્થીઓ આગામી 9 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. 13 જેટલી ભાષામાં આ પરીક્ષા લેવાશે. 5 મેના રોજ પરીક્ષા રાજ્યના 554 શહેરોમાં લેવામાં આવશે. તેમજ 14 જૂન 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
નીટના પરિણામના પર્સન્ટાઇલને મેડિકલના પ્રવેશ વખતે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. જોકે આ વખતે પર્સન્ટેજને ધ્યાનમાં રાખવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એ અંગેની કોઇ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી. ગઊઊઝ- ઞૠના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે ગઝઅ દ્વારા ઇન્ફોર્મેશન બુલેટીન અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પર જાહેર કરી છે. નોટીસમાં પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, આગામી તા.5 મે- 2024ના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2થી સાંજના 5:20 કલાકનો રહેશે, જેમાં 3 કલાકને 20 મિનિટનો સમય આપવામાં આવશે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી, તેલગુ, તામીલ, સહિત જુદી જુદી કુલ 13 ભાષામાં પરીક્ષા લેવાશે. ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી રૂૂ.1,700, ઊઠજ અને ઘઇઈ કેટેગરીમાં રૂૂ.1,600 અને જઈ, જઝ, ઙૂઇઉ અને થર્ડ ઝેન્ડર માટેની ફી રૂૂ. 1,000 રહેશે.