રશિયન તેલ ખરીદી અંગે પુન:વિચાર જરૂરી: રાજન
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને અત્યંત ચિંતાજનક ગણાવ્યું હતું. તેમણે ભારતને કોઈપણ એક વેપાર ભાગીદાર પર નિર્ભરતાને લઈને સ્પષ્ટ ચેતવણી જણાવી હતી.
બુધવારથી અમલમાં આવેલા અમેરિકાના 50 ટકા ટેરિફ વિશે વાત કરતા ડો.રાજને ચેતવણી આપી હતી કે, પઆજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવી રહ્યું છે અને આ માટે ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આ એક ચેતવણી છે. આપણે પૂર્વની તરફ જોવું જોઈએ. યુરોપ, આફ્રિકા બાજુ જોવું જોઈએ અને અમેરિકાની સાથે પણ સંબંધ શરૂૂ રાખવા જોઈએ. આ સિવાય એવા સુધાર કરવા પડશે જેના કારણે આપણે 8 થી 8.5 ટકાની વૃદ્ધિ હાંસલ કરી શકીએ અને પોતાના યુવાનોને રોજગાર આપી શકીએ. રશિયન ક્રૂડ ઓઇલની આયાત પર પોતાની નીતિ વિશે ફરી એકવાર વિચાર કરવો જોઈએ. આપણે પૂછવું જોઈએ કે, આનાથી કોને ફાયદો થઈ રહ્યો છે અને કોને નુકસાન? રિફાઇનરીઓ ભારે નફો કમાઈ રહ્યા છે. પરંતુ, નિકાસકારો ટેરિફ દ્વારા કિંમત ચૂકવી રહ્યા છે. જો નફો વધારે ન હોય તો વિચારવું જોઈએ કે, શું આપણે ક્રૂડ ઓઇલ ખરીદવા ચાલુ જ રાખવું જોઈએ?
ભારતની ચીન સાથે સરખામણી કરતા રાજને કહ્યું કે, પઆ મુદ્દો નિષ્પક્ષતાનો નથી પણ ભૂરાજનીતિનો છે. આપણે કોઈના પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ. વેપાર, રોકાણ અને નાણાંને શસ્ત્ર બનાવવામાં આવે છે. આપણે આપણા પુરવઠા અને નિકાસ બજારોમાં વિવિધતા લાવવી પડશે. ભારતે આ કટોકટીને એક તક તરીકે જોવી જોઈએ.ચીન, જાપાન, અમેરિકા અથ
વા અન્ય કોઈની સાથે મળીને કામ કરવું જોઈએ. પરંતુ તેના પર નિર્ભર ન રહેવું જોઈએ. ખાતરી કરો કે તમે શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર બની શકો. વેપાર કરવાની સરળતા, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં એકીકરણ અને સ્થાનિક કંપનીઓ વચ્ચે મજબૂત સ્પર્ધાત્મકતા સુધારવા માટે માળખાકીય સુધારાઓની જરૂૂરિયાત પર ભાર મૂકવો જોઈએ.
અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક
રાજને વધુમાં ચિંતા વ્યક્ત કરી કે, આ પગલાથી ખાસ કરીને ઝીંગા ખેડૂતો અને કાપડ ઉત્પાદકો જેવા નાના નિકાસકારોને નુકસાન થશે, જેનાથી તેમની આજીવિકા જોખમમાં મુકાશે. તે અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક છે, જેઓ હવે 50 ટકા ડિસ્કાઉન્ટ પર માલ ખરીદશે.