For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL રમશે રિષભ પંત NCAએ આપી લીલીઝંડી

12:51 PM Mar 11, 2024 IST | Bhumika
ipl રમશે રિષભ પંત ncaએ આપી લીલીઝંડી
  • દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મેચ 23મીએ છે

દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 22 માર્ચથી શરૂૂ થઈ રહેલ આગામી આઈપીએલ સીઝન પહેલા રિષભ પંતને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. એનસીએ તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળવાનો અર્થ છે કે પંત આઈપીએલ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નોંધનીય છે કે પંત ડિસેમ્બર 2022માં થયેલા કાર અકસ્માત બાદ ક્રિકેટ રમ્યો નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે એપ્રિલ મહિનાથી ગઈઅ માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પંતને નેશનલ ક્રિકેટ એકેડમીએ ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું છે. રિપોર્ટ્સમાં તે પણ સામે આવ્યું છે કે તેણે બે-ત્રણ દિવસ પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી છોડી દીધી છે. હવે તે જલ્દી દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાવાનો છે. પરંતુ આગામી આઈપીએલમાં રમવાને લઈને પંતની ફ્રેન્ચાઇઝીએ હજુ પુષ્ટિ કરી નથી.

Advertisement

રિષભ પંતે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે બેટિંગ અને કીપિંગનો અભ્યાસ કરતો જોવા મળી રહ્યો હતો. આ પહેલા તેણે પોતાની ફિટનેસને લઈને સતત ફેન્સને અપડેટ આપ્યું હતું. તે પોતાની રિકવરી પર ધ્યાન આપી રહ્યો હતો. ફેન્સ પણ પંત મેદાનમાં વાપસી કરે તેની રાહ જોઈ રહ્યાં છે. આઈપીએલ 2024ના મિની ઓક્શનમાં પંત ફ્રેન્ચાઇઝી સાથે જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement