For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નક્સલવાદીઓ હથિયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા તૈયાર: સરકારને વાટાઘાટો માટે અપીલ કરી

11:11 AM Sep 17, 2025 IST | Bhumika
નક્સલવાદીઓ હથિયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા તૈયાર  સરકારને વાટાઘાટો માટે અપીલ કરી

સીપીઆઇ (માઓવાદી) નેતાની અખબારી યાદીની ખરાઇ કર્યા પછી પોલીસ નિર્ણય લેશે

Advertisement

નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટી હવે શરણાગતિ સ્વીકારવા અને સરકાર સમક્ષ હથિયાર મૂકવા સંમત થઈ છે. સીપીઆઈ (માઓવાદી) એ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે તેમનો પક્ષ હાલમાં સશસ્ત્ર સંઘર્ષને અસ્થાયી રૂૂપે બંધ કરવા અને શાંતિ વાટાઘાટો કરવા તૈયાર છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીએ કહ્યું કે 2024 થી ચાલી રહેલા અભિયાનમાં તેને પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણોનો સામનો કરવો પડ્યો છે, જેમાં બંને પક્ષે નુકસાન થયું છે. આ પૃષ્ઠભૂમિમાં, પાર્ટીએ નિર્ણય લીધો છે કે સરકાર સાથે વાતચીતની પ્રક્રિયા એક મહિના માટે આગળ ધપાવવામાં આવે અને જેલમાં બંધ માઓવાદી નેતાઓને પણ વાટાઘાટોમાં ભાગ લેવાની તક આપવામાં આવે.

નક્સલવાદી નેતા અભયની આ પ્રેસ નોટ 15 ઓગસ્ટ, 2025 ની છે, જે હવે વાયરલ થઈ રહી છે. પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર ખરેખર વાતચીત કરવા માંગતી હોય, તો તેણે જેલમાં બંધ માઓવાદી સાથીઓ સાથે પણ ચર્ચા કરવાની મંજૂરી આપવી જોઈએ અને આ સમય દરમિયાન પોલીસે સંગઠન પર દબાણ ન કરવું જોઈએ.

Advertisement

બસ્તરના આઈજી સુંદરરાજ પીએને જણાવ્યું હતું કે હાલમાં અમે નક્સલીઓના આ પેમ્ફલેટની તપાસ કરી રહ્યા છીએ. અમે સંપૂર્ણપણે સ્પષ્ટ થયા પછી જ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે જે નક્સલીનો ફોટો પેમ્ફલેટમાં છે તે નક્સલી નેતા અભય છે.

આઈજી સુંદરરાજ પીએ કહ્યું કે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે સીપીઆઈ (માઓવાદી) સાથે કોઈપણ પ્રકારની વાતચીત કે વાતચીત અંગેના નિર્ણય અંગે યોગ્ય વિચારણા અને મૂલ્યાંકન કર્યા પછી જ સરકાર યોગ્ય નિર્ણય લેશે.

નક્સલી નેતા અભયે પ્રેસ નોટમાં લખ્યું છે - અમે સશસ્ત્ર સંઘર્ષ પર કામચલાઉ વિરામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે ભવિષ્યમાં અમે શક્ય હોય ત્યાં સુધી તમામ રાજકીય પક્ષો અને સંઘર્ષશીલ સંગઠનો સાથે ખભે ખભો મિલાવીને જાહેર સમસ્યાઓ પર લડીશું. અમે કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિઓના પ્રતિનિધિમંડળ સાથે આ વિષય પર વાતચીત કરવા તૈયાર છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement