ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મારી વાઇફે કહ્યું હતું કે ‘12વિં ફેલ” જોવા કોઇ નહીં જાય: વિધુ વિનોદ ચોપડા

01:08 PM Feb 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

100 દિવસ બાદ પણ થિયેટરમાં ધૂમ મચાવે છે ફિલ્મ

Advertisement

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘12વિં ફેલ”ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે 27 ઑક્ટોબરે રિલીઝ થઈ હતી અને આજે પણ એ થિયેટરમાં ચાલી રહી છે. ફિલ્મની રિલીઝના 100 દિવસ થયા છે. આ ફિલ્મમાં વિક્રાન્ત મેસી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી આઇપીએસ ઑફિસર મનોજકુમાર શર્માની લાઇફ પર આધારિત છે. આ ફિલ્મને લઈને અનેક લોકોને અને વિધુ વિનોદ ચોપડાની વાઇફને શંકા હતી.

એ વિશે વિધુ વિનોદ ચોપડાએ કહ્યું કે અમારી ફિલ્મને થિયેટરમાં 100 દિવસ થયા છે. આપણે જ્યારે આંકડા વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે 100 કરોડ, 500 કરોડ, 100 કરોડ અને 2000 કરોડ વિશે વાત કરીએ છીએ. જોકે મને હંમેશાં એ સવાલ થાય છે કે તમારો ઇરાદો શું છે? તમે એક પ્રામાણિક ફિલ્મ બનાવો છો. હું જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે મારી વાઇફ અનુપમા ચોપડા સાથે બધા લોકો કહેતા હતા કે આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરો. મારી વાઇફે કહ્યું કે કોઈ પણ તારી અને વિક્રાન્તની ફિલ્મ જોવા થિયેટરમાં નહીં આવે. મને દરેક લોકો ડરાવતા હતા. ફિલ્મનું ઓપનિંગ ખૂબ ઓછી થયું હતું. ઠીક છે, કારણ કે આજે અમે ખૂબ આગળ આવી ગયા છીએ. ‘12વિં ફેલ”માં કામ કરવું એ વિક્રાન્ત મેસી માટે રીસ્ટાર્ટ મોમેન્ટ હતી. એનું કારણ છે કે વિધુ વિનોદ ચોપડાએ તેને એમ કહ્યું હતું કે તુઝે કોઈ નહીં જાનતા, બહુત સારે લોગ નહીં જાનતે ઇસકે બાવજુદ તૂ ઇતને સાલોં સે કામ કર રહા હૈ.

Tags :
12th FailEntertainmentEntertainment newsindiaindia newsVinod Chopra
Advertisement
Advertisement