For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે..', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

01:21 PM Jul 10, 2024 IST | Bhumika
 તલાક બાદ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે     સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Advertisement

સુપ્રીમ કોર્ટે આજે(10 જુલાઈ, 2024) મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જે મુસ્લિમ મહિલાઓએ છૂટાછેડા લીધા છે તેમને મોટી રાહત મળી છે. કોર્ટે ચુકાદો આપ્યો કે મુસ્લિમ મહિલાઓ CrPCની કલમ 125 હેઠળ તેમના પતિ વિરુદ્ધ ભરણપોષણ માટે અરજી કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે અલગ-અલગ પરંતુ સમાન નિર્ણયો આપ્યા. દેશની સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે કેટલાક પતિઓને એ વાતની જાણ નથી કે પત્ની, જે એક ગૃહિણી હોય છે, પરંતુ આ હોમ મેકરની ઓળખ ભાવનાત્મક અને અન્ય રીતે તેમના પર જ નિર્ભર હોય છે.

Advertisement

જસ્ટિસ બીવી નાગરથના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે CrPCની કલમ 125 હેઠળ છૂટાછેડા લીધેલી પત્નીને ભરણપોષણ ચૂકવવાના નિર્દેશ સામે મોહમ્મદ અબ્દુલ સમદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે 'મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ 1986' બિનસાંપ્રદાયિક કાયદા પર હાવી થઈ શકે નહીં. જસ્ટિસ નાગરથ્ના અને જસ્ટિસ મસીહે અલગ-અલગ, પરંતુ સર્વસંમત ચુકાદો આપ્યો. હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રુપિયાનું એલિમોની ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે, "એક ભારતીય પરિણીત મહિલાએ આ હકીકત વિશે સભાન હોવું જોઈએ, જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આવા આદેશ દ્વારા સશક્તિકરણનો અર્થ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ મળે છે. અમે અમારા નિર્ણયમાં 2019 એક્ટ હેઠળ 'ગેરકાયદે છૂટાછેડા'નું પાસું પણ ઉમેર્યું છે. અમે મુખ્ય નિષ્કર્ષ પર છીએ કે CrPCની કલમ 125 માત્ર પરિણીત મહિલાઓને જ નહીં, તમામ મહિલાઓને લાગુ પડશે (લીવ-ઇન મહિલાઓ સહિત)." કોર્ટે એમ પણ કહ્યું કે જો CrPC કલમ 125 હેઠળનો કેસ પેન્ડિંગ હોય અને મુસ્લિમ મહિલા છૂટાછેડા લે તો તે 2019 એક્ટનો સહારો લઈ શકે છે. 2019નો કાયદો CrPC કલમ 125 હેઠળ વધારાના પગલાં પૂરા પાડે છે.

CrPC ની કલમ 125 શું છે?

શાહબાનો કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CrPCની કલમ 125 એક ધર્મનિરપેક્ષ જોગવાઈ છે, જે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે. જો કે, તેને 'મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986' દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ પછી, 2001 માં કાયદાની માન્યતા જાળવી રાખવામાં આવી હતી. CrPCની કલમ 125માં પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણની જોગવાઈ છે.

CrPC ની કલમ 125 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ તેની પત્ની, બાળક અથવા માતા-પિતાને જાળવી રાખવાનો ઇનકાર કરે છે, તેમ છતાં તે આમ કરવા સક્ષમ છે. આવી સ્થિતિમાં, કોર્ટ તેને તેના ભરણપોષણ માટે માસિક ભથ્થું આપવાનો આદેશ આપી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement