કેરળની સ્કૂલોમાં ઝુમ્બા ક્લાસનો વિરોધ કરી મુસ્લિમ સંગઠનોએ પછાત માનસિકતા બતાવી છે
ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ નવું થાય તેની સામે વાંધો પડી જાય છે ને એ વાંધો પણ એવો હોય છે કે, જે સાંભળીને હસવું આવે. આ વિરોધ કરનારની માનસિકતાની પણ દયા આવે. કેરળની સ્કૂલોમાં શરૂૂ થયેલા ઝુમ્બા ક્લાસ સામેનો વિરોધ તેનો તાજો પુરાવો છે. કેરળમાં આ વર્ષથી શાળાઓમાં ઝુમ્બાના વર્ગો શરૂૂ કરવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. આ ઝુમ્બા ક્લાસ ડ્રગવિરોધી અભિયાનના ભાગરૂૂપે શરૂૂ કરાયા છે ને તેની પાછળળનો ઉદ્દેશ શાળાઓમાં ભણતાં બાળકોની ફિટનેસ વધારવાનો છે.
કેરળના શિક્ષણ વિભાગે જ આ ક્લાસ શરૂૂ કર્યા છે તેથી મોટા ભાગની સ્કૂલોએ ઝુમ્બાની તાલીમ આપવાનું શરૂૂ કરી દીધું છે પણ તેની સામે મુસ્લિમ સંગઠનોને વાંધો પડી ગયો છે. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે, ઝુમ્બા ક્લાસના બહાને છોકરા અને છોકરીઓ એકબીજાને મળે અને નાનાં કપડાં પહેરીને નાચે તેના કારણે અશ્ર્લીલતાને પ્રોત્સાહન મળશે તેથી અમને આ ક્લાસ માન્ય નથી. મુસ્લિમ સંગઠનો વતી વિરોધની આગેવાની વિઝડમ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશને લીધી છે. આ સંગઠનનું કહેવું છે કે, આ બધું ધર્મવિરોધી છે તેથી અમને માન્ય નથી. મુસ્લિમ સંગઠનોએ ભેગાં થઈને મુસ્લિમ સંગઠન સમસ્તા બનાવ્યું છે. તેના નેતા નાસર ફૈઝી કુદથાઈના કહેવા પ્રમાણે તો ઝુમ્બા ક્લાસ વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે.
અમારાં નૈતિક મૂલ્યો પણ અમને ઝુમ્બા ક્લાસ કરવાની મંજૂરી આપતા નથી કેમ કે શારીરિક તંદુરસ્તીના નામે અશ્ર્લીલતા લાદવામાં આવી રહી છે. ઝુમ્બામાં લોકો ઓછાં કપડાં પહેરીને સાથે ડાન્સ કરે છે તેથી અમને માન્ય નથી. નાનાં બાળકો ઝુમ્બા કરે તો વાંધો નથી પણ સરકારે મોટાં છોકરાંને પણ ઝુમ્બા ડાન્સ કરવાની સૂચના આપી હોય તો વાંધાજનક છે. નાસર ફૈઝીના કહેવા પ્રમાણે તો સરકાર ફિટનેસ માટેની ટ્રેઈનિંગમાં સુધારો કરવાને બદલે છોકરાંને અશ્ર્લીલતા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ઘટના કેરળની છે ને પ્રમાણમાં નાની છે પણ આ દેશમાં મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારો મુસ્લિમ સમાજને હજુય સાતમી સદીમાં જ જીવતો રાખવા માગે છે તેનું તેમાં પ્રતિબિંબ છે. મુસ્લિમ સંગઠનોને ઝુમ્બા સામે વાંધો છે અને તેમને ઝુમ્બા અનૈતિક લાગે છે. તેનો વિરોધ કરવા સંગઠનો કૂદી પડે છે પણ ઈસ્લામમાં જેનો નિષેધ છે એવી ઘણી પ્રવૃત્તિઓ સામે આ જ સંગઠનો ચૂપ રહે છે. ઈસ્લામમાં આતંકવાદને ધર્મવિરોધી ગણાવાયું છે પણ કોઈ મુસ્લિમ સંગઠન આતંકવાદનો ઉગ્રતાથી વિરોધ કરતું નથી કે તેની સામે આ રીતે કૂદી પડતું નથી.