For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ

03:44 PM May 05, 2025 IST | Bhumika
કંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આ હુમલા પાછળ અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ જરગરનો માસ્ટર માઈન્ડ હોવાનો દાવો કર્યો છે.

Advertisement

NIA તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (ઘૠઠ) ને મદદ કરી હતી.

મુશ્તાક અહેમદ જરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને 2019ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક જરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્તાક જરગર હાલમાં પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાથી, તેમનો ઓવરગ્રાઉન્ડ કાર્યકરો અને તેમના સમર્થકોમાં પ્રભાવ હોવાનું કહેવાય છે. એટલા માટે પહલગામ આતંકવાદી હુમલામાં જરગરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 2023 માં NIA દ્વારા તેનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement