For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

11:17 AM Feb 10, 2025 IST | Bhumika
પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાનો આરોપ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર લગાવવામાં આવ્યો છે. પ્રયાગરાજના સેક્ટર 8 સ્થિત કેમ્પમાં બનેલી આ ઘટનામાં હિમાંગી સાખી તેમના નોકર સાથે હાજર હતા. તેમણે જણાવ્યું કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અચાનક 10-12 વાહનોમાં 40-50 લોકોના ટોળા સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોના હાથમાં હોકી સ્ટિક, સળિયા, તલવાર, કુહાડી, લાકડીઓ અને ત્રિશૂળ જેવા હથિયારો હતા, જે દર્શાવે છે કે હુમલો પૂર્વયોજિત હતો અને જીવલેણ ઇરાદાથી કરવામાં આવ્યો હતો.

Advertisement

હિમાંગી સાખીના જણાવ્યા અનુસાર, લક્ષ્મી નારાયણ અને તેમના સાથીઓએ તેમની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓને પહેલાં પકડી લીધા હતા, ત્યારબાદ હિમાંગી સાખી પર ઘાતક હુમલો શરૂૂ કર્યો. તેઓને લાતો, મુક્કા, અને લાકડીઓ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હિમાંગી સાખીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના નોકરોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કોઈ દયા દાખવી નહીં અને માર મારવાનું ચાલુ રાખ્યું.

આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હિમાંગી સાખીએ વધુમાં જણાવ્યું કે હુમલાખોરોએ 10 લાખ રૂૂપિયા રોકડા, સોનાના ઘરેણાં અને કિંમતી દાગીનાની પણ લૂંટ ચલાવી છે. આ સમગ્ર ઘટના કેમ્પમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે પોલીસ તપાસનો મહત્વનો ભાગ બની છે. પ્રયાગરાજ પોલીસે હિમાંગી સાખીનું નિવેદન નોંધીને આ મામલે ગહન તપાસ શરૂૂ કરી છે.

Advertisement

આ હુમલાને મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાના વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. હિમાંગી સાખીએ જાહેરમાં મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાનો સખત વિરોધ કર્યો હતો અને આ હુમલો તે વિરોધનું પરિણામ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂૂ કરી છે અને ગુનેગારોને ઝડપથી પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement