અમેરિકામાં ભારતીય મૂળના યુવા બિઝનેસમેનની હત્યા
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારતીય મુળના બિઝનેસમેનની હત્યા કરવામાં આવી છે. એક ટેક કંપનીના માલીક 41 વર્ષિય વિવેક તનેજાને એક રેસ્ટોરન્ટ બહાર અજાણ્યા શખ્સ સાથે ઝઘડો થયા બાદ મારામારીમાં તે બેભાન થઇ ગયો હતો અને સારવાર બાદ તેનું મોત નિપજયું હતું.
પોલીસે કહ્યું- 2 ફેબ્રુઆરીએ વિવેકની રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો થયો. અમે ત્યાં પહોંચ્યા તો વિવેક બેભાન અવસ્થામાં જોવા મળ્યો. જમીન પર પટકાતાં તેને માથામાં ઊંડી ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં 5 દિવસ પછી 7 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. પોલીસે રેસ્ટોરન્ટ પાસે લગાવેલા સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની આ તસવીર જાહેર કરી છે.
પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. તેના પર 20 લાખ 75 હજાર રૂૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી. ઝઘડાનું કારણ પણ બહાર આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યારે, વિવેક વજીર્નિયા રાજ્યનો રહેવાસી હતો. તે એક ટેક કંપનીનો માલિક હતો. તેના વિશે પણ વધુ માહિતી બહાર આવી નથી.