રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિદર્ભને 169 રનથી હાર આપીને મુંબઇએ 42મી વખત જીત્યો રણજી ટ્રોફી ખિતાબ

04:44 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ 42મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે 48મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2023-24નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાઈ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હાર આપી છે. મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો 538 રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભે બીજી ઈનિગ્સમાં 418 રન જ બનાવી શકી હતી. મુંબઈએ રેકોર્ડ કરી 42મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. તો વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધુરું રહ્યું છે.મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત 2015-16ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી.

Advertisement

રણજી ટ્રોફીની છેલ્લી 5 વિજેતા ટીમ

2023-24 મુંબઈ
2022-23 સૌરાષ્ટ્ર
2021-22 મધ્યપ્રદેશ
2019-20 સૌરાષ્ટ્ર
2018-19 વિદર્ભ

રણજી ટ્રોફીના વિજેતા

મુંબઈ-42 કર્ણાટક-8
દિલ્હી-7 મધ્યપ્રદેશ-5
વડોદરા-5 સૌરાષ્ટ્ર-2
વિદર્ભ-2 બંગાળ-2
તમિલનાડુ-2 રાજસ્થાન-2
મહારાષ્ટ્ર-2 હૈદરાબાદ-2
રેલવે-2

Tags :
cricketcricket newsindiaindia newsSports
Advertisement
Next Article
Advertisement