ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોમાસું સમગ્ર ભારતમાં સક્રિય, 32 દિવસમાં કેરળથી કાશ્મીરમાં પ્રવેશ

03:48 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement

છ દિવસ વહેલા આગમનની હવામાન વિભાગની જાહેરાત

Advertisement

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે જાહેરાત કરાઇ છે કે સમગ્ર દેશમાં ચોમાસુ વિધિવત રીતે છવાઇ ગયું છે. સામાન્ય રીતે 8 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં ચોમાસુ છવાતું હોય છે પરંતુ આજે છ દિવસ પહેલા જ ચોમાસાએ વિધિવત રીતે સમગ્ર ભારત ઉપર પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જુલાઇ મહીનામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વરસે 30 મેના રોજ નૈઋત્યના ચોમાસાએ વિધિવત રીતે કેરળમાં પ્રવેશ કર્યો હતો. જે સામાન્ય 2 જુન કરતા બે દિવસ વહેલું આવી ગયું હતું. આજે રાજસ્થાનના બાકીના ભાગો, હરિયાણા અને પંજાબમાં ચોમાસાના પ્રવેશ સાથે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચોમાસુ વિધિવત રીતે સમગ્ર ભારતમાં પહોંચી ગયું છે. આ વરસે છ દિવસ વહેલુ ચોમાસુ સમગ્ર ભારત પર બેસી ગયું છે. સામાન્ય રીતે 8 જુલાઇની જગ્યાએ આજે 2 જુલાઇના રોજ ચોમાસાનો સમગ્ર ભારત પર પ્રવેશ થઇ ગયો છે. આ વરસે જુન 11થી જુન 27ના રોજ 16 દિવસ દરમિયાન સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. જુન મહીનામાં સામાન્ય રીતે 165.3 મીમી વરસાદ નોંધાય છે. પરંતુ આ વરસે આ 16 દિવસોમાં ઓછો વરસાદ પડતા 147.2 મીમી વરસાદ નોંધાયો હતો. હવે જુલાઇ મહીનામાં આ વરસાદની ખાધ સરભર થઇ જશે તેવી આગાહી કરવામાં આવી છે.

Tags :
indiaindia newsKeralaMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement