3000 કરોડનું મની લોન્ડરિંગ: અનિલ અંબાણીના 50 ઠેકાણે EDના દરોડા
યસ બેંક પાસેથી લીધેલી 3000 કરોડની લોનનું ડાયવર્ઝન : લાંચ અને લોનના જોડાણની પણ તપાસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મુંબઈમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર-ડિરેક્ટર અનિલ ડી અંબાણીને ફ્રોડ તરીકે વર્ગીકૃત કર્યાના થોડા દિવસો પછી જ આ દરોડા પાડવામાં આવ્યા છે.
જોકે અનિલ અંબાણીના અંગત નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું, દિલ્હી અને મુંબઈની ED ટીમોએ તેમના જૂથની કેટલીક કંપનીઓ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લીધી હતી. આ તપાસ છઅઅૠઅ (રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ) કંપનીઓ દ્વારા કથિત મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રુપ કંપનીઓ અને યસ બેંક સામે 3,000 કરોડ રૂૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડીના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ 50 કંપનીઓના 35 થી વધુ પરિસર અને મુંબઈ અને દિલ્હીમાં લગભગ 25 લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ED ના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ 2017 થી 2019 ની વચ્ચે યસ બેંકમાંથી લગભગ 3,000 કરોડ રૂૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ને જાણવા મળ્યું છે કે યસ બેંકના પ્રમોટરોએ લોન મંજૂર થાય તે પહેલાં જ તેમના વ્યવસાયમાં પૈસા મેળવ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, એજન્સી લાંચ અને લોનના આ જોડાણની તપાસ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સી યસ બેંક દ્વારા રિલાયન્સ અનિલ અંબાણી જૂથની કંપનીઓને લોન મંજૂરીઓમાં ગંભીર ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી રહી છે. કંપનીઓ પર બેંકની લોન નીતિ, બેકડેટેડ લોન મંજૂરી મેમોરેન્ડમ (CAM) નું ઉલ્લંઘન કરીને, કોઈપણ ડ્યુ ડિલિજન્સ-ક્રેડિટ વિશ્ર્લેષણ વિના પ્રસ્તાવિત રોકાણો કરવાનો આરોપ છે.
ED ની કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (જઊઇઈં), નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં) દ્વારા દાખલ કરાયેલી બે ઋઈંછ સહિત અનેક નિયમનકારી અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત ઇનપુટ્સ પર આધારિત છે.
અહેવાલ મુજબ, અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા વરિષ્ઠ વ્યવસાયિક અધિકારીઓના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDનો દાવો છે કે તેને જાહેર નાણાંના દુરુપયોગની સુનિયોજિત યોજનાના પુરાવા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયામાં, બેંકો, શેરધારકો, રોકાણકારો અને જાહેર સંસ્થાઓ સહિત અનેક સંસ્થાઓને ગેરમાર્ગે દોરવામાં આવી હતી અથવા છેતરપિંડી કરવામાં આવી હતી.
યસ બેંક લોન પણ તપાસ હેઠળ છે
અહેવાલ મુજબ, ED તપાસ 2017 થી 2019 દરમિયાન યસ બેંકમાંથી લેવામાં આવેલી 3,000 કરોડ રૂૂપિયાની લોનના શંકાસ્પદ ગેરકાયદેસર રીતે ડાયવર્ઝન પર કેન્દ્રિત છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રુપ કંપનીઓને લોન આપવામાં આવે તે પહેલાં ભંડોળ બેંકના પ્રમોટરો સાથે જોડાયેલી સંસ્થાઓને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (છઇંઋક) સંબંધિત માહિતી શેર કરી છે. કંપનીનું કોર્પોરેટ દેવું નાણાકીય વર્ષ 2017- 18માં રૂૂ. 3,742.60 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2018-19માં રૂૂ. 8,670.80 કરોડ થયું છે. યસ બેંકના ભૂતપૂર્વ પ્રમોટરો સાથે સંકળાયેલા લાંચના પાસાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.