ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોદી કા પરિવાર: ભાજપ નેતાઓએ ફટાફટ બદલી પ્રોફાઇલ

05:51 PM Mar 04, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ભાજપના નેતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને યુવા ચહેરા અને કેબિનેટ પ્રધાન અનુરાગ ઠાકુર સુધી, બધાએ તેમની એકસ પ્રોફાઇલના બાયોમાં મોદીનો પરિવાર લખ્યું છે.રસપ્રદ વાત એ છે કે ભાજપના આ દિગ્ગજ નેતાઓના એક્સ-બાયોમાં આ ફેરફાર એવા સમયે જોવા મળ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના અદિલાબાદમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું કે આખો દેશ તેમનો (પીએમ મોદી) પરિવાર છે. બાયો બદલનારઓમાં ગૃહપ્રધાન અમીત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા કેબીનેટ પ્રધાનો નીતિન ગડકરી, પિયુષ ગોયલ તથા જયોતીરાદિત્ય સિંધીયા પણ સામેલ છે. નોંધનીય છે કે ચૂંટણીની મોસમ પહેલા જ મોદીના પરિવારના નામનો ઉપયોગ ભાજપના નેતાઓએ ડ પર કર્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ આ પારિવારિક અભિગમ દ્વારા મતદારોને રીઝવવા માંગશે. 2019માં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છે એવો નારો આપ્યો હતો. પરંતુ ભાજપે એનો ફાયદો ઉઠાવી તમામ નેતાઓએ મૈં ભી ચોકીદાર હું એવી પ્રોફાઇલ રાખી હતી.

Advertisement

Tags :
BJPindiaindia newspm narendra modi
Advertisement
Advertisement