મોદી સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી,બજેટ માં મોટી જાહેરાત
મોદી સરકારની આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફતમાં મળે છે. સરકારે હવે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે. કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન મહિનામાં ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી 80 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ દેશના ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું હતું. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમે રાશન ડીલર પાસેથી ફ્રીમાં અનાજ મેળવી રહ્યા નથી તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
https://www.facebook.com/gujaratmirrornews/videos/8469682229722599
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, જે 4%ના લક્ષ્ય તરફ છે.
નાણામંત્રીએ કહ્યું છે કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે.