ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પદે મિશેલ માર્શ
1 જુનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ શરુ થવાનો છે. કુલ 20 ટીમો ભાગ લેવાની છે. 20 ટીમોએ હજુ સત્તાવાર રીતે પોતપોતાની ટીમ જાહેર કરી નથી પરંતુ કેટલાકના નામ નક્કી છે જોકે કેટલીક ટીમને સરપ્રાઈઝ કેપ્ટન મળી શકે છે તેમાંની એક ઓસ્ટ્રેલિયન ટીમ છે.
ટી 20 વર્લ્ડ કપ માટે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બને તે નક્કી છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ ઈચ્છી રહ્યાં છે કે 32 વર્ષીય માર્શ ટી 20 વર્લ્ડ કપમાં કેપ્ટન બને અને તેમણે સપોર્ટ પણ કર્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે મને લાગે છે કે માર્શના પક્ષમાં પલડું ભારે છે, માર્શ ટીમ સાથે જે રીતે હળભળી રહ્યો છે, ટીમને સહયોગ આપી રહ્યો છે તેનાથી અમે રાજી છીએ. અમને લાગે છે કે માર્શ વર્લ્ડ કપનો લીડર છે અને આગામી સમય નક્કી થઈ જશે. એરન ફિંચની નિવૃતી બાદ ટી 20 વર્લ્ડ કપ માટે માર્શનું નામ સામે આવ્યું હતું. એરન ફિંચની કપ્તાનીમાં જ ઓસ્ટ્રેલિયાએ 2021નો વર્લ્ડ કપ જીત્યો હતો. ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ફિંચે ન્યૂઝીલેન્ડ સામે 77 રન કર્યાં હતા અને તે પ્લેયર ઓફ મેચ જાહેર કરાયો હતો. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને ઘઉઈં કેપ્ટન પેટ કમિન્સે ટી20 કેપ્ટનશીપ લેવા માટે કોઈ રસ દાખવ્યો ન હોવાથી મિશેલ માર્શનું નામ નક્કી છે. ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર 2023ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેઠો હતો, તેનો આ ફોટો વાયરલ થતાં ઘણો વિવાદ થયો હતો. આ ફોટો જોઇ હજારો લોકો ઓસ્ટ્રેલિયાના આ ખિલાડી પર ભડક્યાં છે.