ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુપીમાં મધરાત્રે ખૂની ખેલ; પત્ની, પુત્રનું કુહાડીથી ગળું કાપી નાખ્યું

05:22 PM Jul 15, 2024 IST | admin
Advertisement

ડિપ્રેશનમાં પતિએ આચર્યો હત્યાકાંડ

Advertisement

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના બૃજમનગંજ પોલીસ મથક વિસ્તારમાં આવતા ધની બજારમાં ડબલ મર્ડરની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે. જેમાં એક વ્યક્તિએ શનિવારે મોડી રાતે કૂહાડીથી પોતાની પત્ની અને 8 વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શશીભૂષણ મિશ્રા પોતાની પત્ની વિજયલક્ષ્મી અને પુત્ર શૌર્ય સાથે પોતાના ધનીબજારમાં આવેલા પોતાના પૈતૃક મકાનમાં પહેલા માળે રહેતો હતો.જ્યારે તેના પિતા રાજેન્દ્રનાથ પોતાના અન્ય પુત્ર અને પરિવાર સાથે બાજુના મકાનમાં રહેતા હતા.

શશીભૂષણના પરિવારમાંથી કોઈ સભ્ય ના દેખાતા રાજેન્દ્રનાથ સહિતના સભ્યો તપાસ કરવા માટે ઉપર ગયા હતા. જ્યાં અંદરના રૂૂમમાં 40 વર્ષીય વિજયલક્ષ્મી અને 8 વર્ષીય શૌર્ય લોહીના ખાબોચિયામાં પડ્યા હતા.
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાંથી તેમણે હત્યામાં વપરાયેલ કૂહાડી કબજે કરી છે. હાલ તો પોલીસે હત્યા કરીને ફરાર થઈ ગયેલા પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી શશીભૂષણ ડિપ્રેશનમાં હતો. જેના કારણે પત્ની સાથે અવારનવાર તેના ઝઘડા થતાં હતા. જેથી ઘરકંકાશમાં તેણે ડબલ મર્ડરની વારદાતને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.

Tags :
crimedeathindiaindia newsupUPNEWS
Advertisement
Next Article
Advertisement