રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા, નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર

05:07 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રસ્તાઓ ઉપર નદીઓ વહી, અંધેરી સબવે પાણીમાં ગરક, ટ્રેન-વાહન વ્યવહારને અસર, હાઇટાઇડનો પણ ખતરો

દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર મુશળધાર વરસાદને પગલે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. તેમજ વાહનો પણ અટવાયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ એમએએફસીઓ માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ 66.77 ટકા થઈ ગયો છે. તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સગ્રહમાં વધારો થયો છે. મોડકસાગર તળાવ પણ ઓવરફ્લો થવાના આરે છે.

બીએમસીએ મુંબઈમાં આજે (25 જુલાઈ) બપોરે 3 વાગ્યે હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠે 4 થી 5 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભવાના છે. જેના પગલે લોકોને દરિયાકાંઠેથી ન જવા ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત પુણેની હાલત પણ ખરાબ છે, જ્યાં ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

Tags :
indiaindia newsMonsoonMumbai newsrainrain fall
Advertisement
Next Article
Advertisement