For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારની 'મંગળ' શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર

10:33 AM Oct 01, 2024 IST | Bhumika
શેરબજારની  મંગળ  શરૂઆત  સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25 900ને પાર
Advertisement

ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારની શરૂઆત મિક્સમાં થઈ હતી, પરંતુ આ પછી બજારમાં તેજી જોવા મળી હતી. માર્કેટ ઓપન થયા બાદ સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,600 ઉપર હતો. સાથે જ નિફ્ટી પણ 80 પોઈન્ટના વધારા સાથે 25,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE સેન્સેક્સ આજે 84,257.17 પર ખુલ્યો હતો અને તેની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. નિફ્ટીના 50માંથી 38 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 25,788.45 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Advertisement

ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, ઇન્ફોસિસ, એલએન્ડટીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેઓ ટોપ ગેઇનર છે. M&Mના શેર પણ સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં સામેલ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં વધારો અને 10માં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, સન ફાર્મા, એચયુએલ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર્સ ટોપ લુઝર્સમાં છે.

BSEની માર્કેટ મૂડી 475 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને તેમાં આજે સારો વધારો જોવા મળી રહ્યો છે. BSE પર આજે 3189 શેરોમાં વેપાર જોવા મળી રહ્યો છે, જેમાંથી 2072 શેર વધી રહ્યા છે અને 986 શેર ઘટી રહ્યા છે. 131 શેર કોઈપણ ફેરફાર વિના છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 17 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ટોપ ગેનર્સની વાત કરીએ તો, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસના નામ સામેલ છે. ઘટતા શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, હિન્દાલ્કો, આઇશર મોટર્સ અને સન ફાર્મા પાછળ જોવા મળી રહ્યા છે.

પ્રી-ઓપનમાં માર્કેટમાં ઘટાડો
BSE સેન્સેક્સ 39 અંકોના ઘટાડા સાથે 84260 ના સ્તર પર અને NSE નિફ્ટી 22.40 અંકોની નબળાઈ સાથે 25788 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement