ટેરિફની આગમાં બજારો સળગ્યા, ભારતમાં 19 લાખ કરોડ ખાખ
સેન્સેક્સમાં 3939, નિફ્ટીમાં 1161 અંકનો અત્યાર સુધીનો બીજા નંબરનો મોટો કડાકો
વિશ્ર્વભરના બજારો લોહિલુહાણ, જાપાન-ચીન, હોંગકોંગમાં 10 ટકા, ઓસ્ટ્રેલિયા-દ.કોરિયા-સાઉદીમાં 5.9 ટકાનો કડાકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાયેલા ટેરિફ સામે ચીને 34%ના વળતા ટેરિફ લાગતા જ વિશ્ર્વભરના શેરબજારોમાં મંદીનો માહોલ ચાલુ થઈ ગયો છે. શુક્રવારે અમેરિકાના શેરબજારોમાં ઐતિહાસિક કડાકા બાદ આજે એશિયા અને ભારતના શેરબજારોમાં મોટા કડાકા નોંધાયા છે. સેન્સેક્સ-નિફ્ટીમાં આજે ભારે કડાકો બોલતા રોકાણકારોની સંપત્તિમાં અમકુ સેક્ધડમાં જ રૂપિયા 19 લાખ કરોડનો ઘટાડો થઈ ગયો છે. આ સાથે જ એશિયામાં જાપાન, ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા સહિતના દેશોના શેરબજારમાં 10% સુધીના કડાકા બોલી ગયા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 ખુલીને 74425 પર પહોંચી ગયો હતો. અમુક સેક્ધડોમાં સેન્સેક્સ 3939 અંક તુટી ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો.
આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વોરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે. આજે ઘટાડાને પગલે પલવારમાં રોકાણકારોના રૂા. 19 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા હતાં. આજે બીએસઈ પર લીસ્ટેક કંપનીઓનું માર્કેટ કેપ રૂા. 19.4 લાખ કરોડ ઘટીને રૂા. 383.95 લાખ કરોડ થઈ ગયું હતું.
ભારત સિવાય એશિયાના અન્ય બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. મંદીના ડરથી હોંગકોંગ અને ચીનના શેરબજારોમાં પણ રક્તસ્રાવ થયો હતો. હોંગકોંગનું હેંગસેંગ માર્કેટ ખુલ્યા પછી 10% થી વધુ ઘટ્યું હતું, જે 2008ની નાણાકીય કટોકટી પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. ચીનનો ઈજઈં300 બ્લુ ચિપ ઇન્ડેક્સ પણ 5% થી વધુ ઘટ્યો છે. ચીનનું ચલણ યુઆન પણ જાન્યુઆરી પછીના સૌથી નીચા સ્તરે આવી ગયું છે.
ટોક્યોનો નિક્કી 225 ઇન્ડેક્સ પણ શરૂૂઆતના ટ્રેડિંગમાં લગભગ 9% ઘટ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેંક શેર્સમાં થયો છે. આમાં 17 ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબર 2023 પછી પ્રથમ વખત નિક્કી 30,792.74 પોઈન્ટ પર પહોંચ્યો છે. બ્રોડર ટોપિક્સ પણ 8% ઘટ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં બ્લુ ચિપ શેરો જઙ/અજડ 200 પણ 6.07% ના ઘટાડા સાથે ખુલ્યા. દક્ષિણ કોરિયામાં કોસ્પી ઈન્ડેક્સ 4.34%ના ઘટાડા સાથે ખુલ્યો.
ક્રૂડ અને ડોલરમાં પણ મોટા કડાકા
વૈશ્ર્વિક શેરબજારોની સાથે બ્રેન્ટ અને યુએસ ક્રૂડમાં પણ મોટાપાયે ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ યેન, યુરો અને સ્વીસ ફ્રેન્ક સામે ડોલર 1%થી વધુ તુટી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ 2.12 ડોલર ઘટીને 63.46 ડોલર પ્રતિબેલર અને યુ.એસ. ક્રૂડ 2.05 ડોલર ઘટીને 59.94 ડોલર પ્રતિબેલર બોલાયું હતું. યેન સામે ડોલર 0.9%, યુરો સામે 1.09% અને સ્વીસ ફ્રેન્ક સામે 0.8% ઘટેલા મથાળે ટ્રેડ થયો હતો.
સેન્સેક્સમાં ઐતિહાસિક ગાબડાની તારીખ
તારીખ ઘટાડો કારણ
માર્ચ 23-2020 3935 કોરોના લોકડાઉન
નવે. 9-2016 1689 નોટબંધી
ઓગસ્ટ 24-2025 1624 ચાઈના મેક્ટડાઉન
જાન્યુ. 21-2008 1408 અમેરિકામાં મંદી