રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના, મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે અથડાઈ, 20 ઘાયલ

10:19 AM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

તમિલનાડુના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી. અથડામણ બાદ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓમાં આગ લાગી હતી અને 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 20 મુસાફરો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

મળતી વિગતો અનુસાર, રાત્રે 8:50 કલાકે તામિલનાડુના તિરૂવલ્લૂરમાં ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસની એક માલગાડી સાથે ટક્કર થયા બાદ બે ડબ્બામાં આગ લાગવાની માહિતી મળી. ત્યારબાદ કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરવાના સમાચાર મળ્યા છે.

મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસના અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ બે ટ્રેનો રદ કરવામાં આવી છે. સાઉથ વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર અકસ્માતગ્રસ્ત ટ્રેનના તમામ મુસાફરોને EMU દ્વારા ચેન્નાઈ સેન્ટ્રલ લઈ જવામાં આવી રહ્યા છે. તેમને ચેન્નાઈથી બીજી ટ્રેન મારફતે તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે.

ગઈ કાલે રાત્રે કાવરાઈપેટ્ટાઈ સ્ટેશન પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 20 મુસાફરો ઘાયલ થયા છે. તેમને ચેન્નાઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. દુર્ઘટનાને કાવતરું માનીને રેલ્વેએ તેની તપાસ NIAને સોંપી દીધી છે. રેલવેએ પણ CRS તપાસના આદેશ આપ્યા છે.

ટ્રેન અકસ્માતને કારણે આ રૂટ પરથી પસાર થતી બે ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાં 12મી ઑક્ટોબરને શનિવારે સવારે 07.25 વાગ્યે ઉપડતી ટ્રેન નંબર 12077 ડૉ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ વિજયવાડા જન શતાબ્દી એક્સપ્રેસ અને 12 ઑક્ટોબર શનિવારના રોજ સાંજે 15.30 વાગ્યે ઉપડતી ટ્રેન નંબર 12078 વિજયવાડા ડૉ. દુર્ઘટના બાદ રેલ્વે વિભાગે હેલ્પલાઈન નંબર 04425354151, 04424354995 જારી કર્યા છે.

Tags :
indiaindia newsMysore-Darbhanga ExpressMysore-Darbhanga Express train accidentTamil NaduTamil Nadu newsTRAIN ACCIDENT
Advertisement
Next Article
Advertisement