છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક વાહનમાં DRG જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. નક્સલવાદીઓએ કુત્રુ રોડ પર IED પ્લાન્ટ કર્યો હતો, સુરક્ષા દળોનું વાહન તેની અસરમાં આવ્યું હતું. અને બ્લાસ્ટ થયો હતો. સૈનિકોની ટીમ ઓપરેશનમાંથી પરત ફરી રહી હતી. હુમલાની માહિતી મળતા જ બસ્તરના આઈજી સુંદરરાજ પી બીજાપુર જવા રવાના થઈ ગયા. સૂત્રોનું કહેવું છે કે NIAની ટીમ ટૂંક સમયમાં બીજાપુર જશે.
સુરક્ષાદળોએ નક્સલીઓ પર હુમલો એવા સમયે કર્યો છે જ્યારે સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજાપુરમાં સુરક્ષાદળોની ટીમ પોતાનું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ પરત ફરતી હતી જ્યારે નક્સલીઓે તેમને નિશાન બનાવ્યા હતા. જવાનોની ટીમ કટરૂ પોલીસ સ્ટેશનના ગામ અમ્બેલી પાસે પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં DRGના 8 જવાન અને એક ડ્રાઇવર સામેલ છે.
પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ જવાન સવાર હતા જે નક્સલ વિરોધી અભિયાનથી પરત કેમ્પમાં ફરતા હતા. નક્સલીઓએ પહેલા જ જવાનોને નિશાન બનાવવા માટે દારૂગોળાની સુરંગ પાથરી હતી જેની ચપેટમાં આવીને 7 જવાન શહીદ થઇ ગયા હતા.
આઈજી બસ્તરનું નિવેદન
આઈજી બસ્તર પી. સુંદરરાજના જણાવ્યા અનુસાર, બીજાપુરમાં નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટથી સુરક્ષા દળોના વાહનોને ઉડાવી દીધા હતા. આ હુમલામાં આઠ ડીઆરજી જવાન અને દંતેવાડાના એક ડ્રાઈવર સહિત નવ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, દંતેવાડા, બીજાપુર અને નારાયણપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં 5 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને આપણો એક જવાન શહીદ થયો હતો. આ પછી, જ્યારે અમારી ટીમ પરત ફરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ બીજાપુરના અંબેલી વિસ્તારમાં IED લગાવી દીધું હતું, જેના કારણે અમારા સુરક્ષા દળોનું એક વાહન અથડાયું હતું. જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવર શહીદ થયા હતા.