મહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસ
12:56 PM Nov 13, 2024 IST | Bhumika
Advertisement
ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડમાં રોકાણકારો છે.
ધોનીએ આ બન્નેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ધોનીએ ગત 5 જાન્યુઆરીએ આ કેસ દાખલ કર્યો હતો. તેની સામે મિહિર અને સૌમ્યાએ પણ ધોનીની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ગઈકાલ 12 નવેમ્બરે થઈ હતી. આ કેસની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટમાં થઈ હતી. સુનાવણી પૂરી થયા બાદ, ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેને હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Advertisement
Advertisement