For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્ર મહાયુતિમાં મહાડખો; મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ

11:02 AM Nov 15, 2024 IST | admin
મહારાષ્ટ્ર મહાયુતિમાં મહાડખો  મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ

ધારાસભાની ચૂંટણી પહેલાં અચાનક રાજકીય ગરમાવો, ‘બટેંગે તો કટેંગે’એ માહોલ બગાડ્યો

Advertisement

આ ચૂંટણી વિચિત્ર છે, પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે: ફડણવીશ

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈના દાદરમાં વિશાળ રેલી યોજી હતી, જોકે, આ રેલીમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ ગેરહાજર રહેતા ચર્ચા જાગી છે. અજિત પવારના પક્ષ સિવાય શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ) સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન હાજર રહયા હતા. તો. ઉપરાંત, એનસીપી ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને જીશાન સિદ્દીકીએ મહાયુતિ ગઠબંધનની રેલીમાં ગેરહાજર રહયા હતા. જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની આરપીઆઇ સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન મંચ પર હાજર હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની ચુંટણીમાં ભાજપે હિન્દુવાદને મુદ્દો બનાવી ‘બટેંગે તો કટેંગ’ સુત્ર વહેતુ મુકતા અજીત પવાર જુથ ભાજપથી નારાજ થયું છે અને અજીત પવાર જુથના ટોચના નેતાઓએ ભાજપની આ રણનિતી સામે સવાલો ઉઠાવી નારાજગી પણ વ્યકત કરી હતી. ત્યારબાદ ગઇકાલે યોજાયેલ વડાપ્રધાન મોદીની રેલીમાંથી અજીત પવાર જુથના નેતાઓ ગાયબ રહેતા મહારાષ્ટ્ર મહાયુતિમાં બધુ સમુ સુતર નહીં ચાલી રહયાનો મેસેજ ગયો છે. હવે આ આંતરીક લડાઇ ચુંટણીના ગણતરીના દિવસો પહેલા નિર્ણાયક વણાંક ઉપર આવી છે અને મહાયુતિના જ ભાગીદાર પક્ષોએ સામસામી તલવારો ખેંચી હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે.

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે પણ મહાયુતિમાં આંતરિક વિરોધને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું, આ ચૂંટણી વિચિત્ર છે. પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે છે. મહાયુતિમાં પણ આંતરિક વિરોધાભાસ છે. ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટીનું સૂત્ર બટેગે તો કટેગે વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ના ચૂંટણી પ્રચારના જવાબમાં બનાવવામાં આવ્યું છે.

ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેનો મૂળ અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

આ રેલીમાં પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પમહાવિકાસ અઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. આ એ જ આઘાડી છે જે રામ મંદિરનો વિરોધ કરે છે. ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરવા ઠરાવ પસાર કરે છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મારી છેલ્લી જનસભા છે. મેં દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. આખા મહારાષ્ટ્રના આશીર્વાદ આજે મહાયુતિ સાથે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement