મહારાષ્ટ્રના CMની આજે પસંદગી: સરકારના બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા
મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તેની તીવ્ર અટકળો વચ્ચે, બીજેપીની ટોચની નેતાગીરી આજે નામ નક્કી કરે તેવી અપેક્ષા છે, એવું જાણવા મળ્યું છે. જાણકાર સૂત્રોએ આ અખબારને જણાવ્યું હતું કે મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ મંગળવારે સાંજે યોજાય તેવી સંભાવના છે કારણ કે 26 નવેમ્બર વર્તમાન વિધાનસભા કાર્યકાળનો છેલ્લો દિવસ છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જો સમારોહમાં એક દિવસ પણ વિલંબ થાય છે, તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે. દરમિયાન એકનાથ શિંદે શિવસેનાના અને અજીત પવાર એનસીપીના નેતા તરીકે સર્વાનુમતે ચુંટાઇ આવ્યા હતા.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ભાજપ અને સાથી પક્ષો સોમવારે સીએમની પસંદગી અંગેના નિર્ણયને અંતિમ સ્વરૂૂપ આપવા માટે બેઠક કરવાના છે. જ્યારે સીએમ પદ માટે સઘન લોબિંગ ચાલી રહ્યું છે, ત્યારે નિર્ણય લેવાની માહિતી ધરાવતા એક સ્ત્રોતે દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસને બે ડેપ્યુટી સીએમ સાથે નવી સરકારના મુખ્ય પ્રધાન તરીકે નામ આપવામાં આવે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને ગૃહ વિભાગની ઓફર કરવામાં આવી શકે છે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ આ વખતે એક મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે ઉભરી આવ્યા છે અને ગઠબંધનને સરળ રીતે ચલાવવાની તેમની કૌશલ્ય પણ તેમની તરફેણમાં કામ કરશે.
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મંગળવારે શપથ લઈ શકે છે, જ્યારે અન્ય પ્રધાનોની શપથ ગ્રહણ સંભવત: દરેક પક્ષ માટેના પ્રધાનોની સૂચિને અંતિમ સ્વરૂૂપ આપ્યા પછી પછીથી યોજાશે. મહારાષ્ટ્રના સૂત્રોએ આ અખબારને જણાવ્યું કે શપથ ગ્રહણનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ તે કાં તો વાનખેડે સ્ટેડિયમ અથવા શિવાજી પાર્ક હોઈ શકે છે.