For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધાબીએ વોકહાર્ટને બચાવી કરોડો ઘર ભેગા કર્યા: કોંગ્રેસ

05:48 PM Sep 06, 2024 IST | Bhumika
માધાબીએ વોકહાર્ટને બચાવી કરોડો ઘર ભેગા કર્યા  કોંગ્રેસ
Advertisement

ICICI બાદ હવે વોકહાર્ટ સાથે સાંઠગાંઠ જાહેર કરી, તપાસની માગણી

કોંગ્રેસના નેતા પવન ખેરાએ શુક્રવારે સેબીના વડા માધાબી પુરી બુચ પર ભ્રષ્ટાચાર અને આંતરિક વેપારનો આરોપ લગાવ્યો હતો. ખેરાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે બુચ અને તેના પતિ મુંબઈમાં એક પ્રોપર્ટી ધરાવે છે, જે કેરોલ ઈન્ફો સર્વિસિસ લિમિટેડ નામની કંપનીને ભાડે આપવામાં આવી હતી અને તે વોકહાર્ટ લિમિટેડનો એક ભાગ છે, જેની અનેક તપાસ સેબીમાં ચાલે છે.

Advertisement

આજે પ્રેસ કોન્ફરન્સમાં પવન ખેરાએ જણાવ્યું હતું કે આ સ્પષ્ટ હિતોના સંઘર્ષને દર્શાવે છે અને ભ્રષ્ટાચારનું પ્રમાણ છે. કંપનીનું નામ કેરોલ ઇન્ફો સર્વિસિસ લિમિટેડ છે. આ વોકહાર્ટ લિમિટેડ નામની કંપનીનો એક ભાગ છે, તેમના સમાન પ્રમોટર્સ છે. વોકહાર્ટ એક એવી કંપની છે કે જેના પર સેબી સતત ઓર્ડર આપી રહી છે અને તેના કેસોની કાર્યવાહી કરે છે.

માધબી પુરી બુચ એ જ સંસ્થા (સેબી) ના અધ્યક્ષ છે જેની વોકહાર્ટ સામે તેની પહેલા પણ ફરિયાદો છે. ઇનસાઇડર ટ્રેડિંગનો પણ કેસ હતો, તેની સંસ્થા (સેબી) વોકહાર્ટના ઇનસાઇડર ટ્રેડિંગ કેસને પણ ડીલ કરે છે. આ કોન્ફીલ્કટ ઓફ ઇન્ટરેસ્ટ છે. હું તેને ભ્રષ્ટાચાર કહીશ, આ માત્ર હિતોનો સંઘર્ષ નથી, આ ભ્રષ્ટાચાર છે.
કોંગ્રેસે આરોપોની સ્વતંત્ર તપાસની માંગ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતના શેરબજારોની અખંડિતતાનું રક્ષણ કરવું રાષ્ટ્રીય હિતમાં છે. પક્ષે ચિંતા વ્યક્ત કરી હતી કે આ પરિસ્થિતિ ભારતની નાણાકીય વ્યવસ્થામાં વિદેશી રોકાણકારોના વિશ્વાસને નબળી પાડી શકે છે. કોંગ્રેસે હાઇલાઇટ કર્યું હતું કે સેબી, નિયમનકારી સત્તા તરીકે, લાખો રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે કોઈપણ અયોગ્યતાની શંકાથી મુક્ત હોવી જોઈએ.

વધુમાં, કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેઓએ જ બુચને સંસ્થાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ખેરાએ પ્રશ્ન કર્યો હતો કે શું મોદીને બુચ સાથે સમજણ છે કે તેમના વ્યવસાયોને સરકાર અથવા સેબી દ્વારા સ્પર્શ કરવામાં આવશે નહીં. અગાઉ આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા પગાર દેવાયાનો આક્ષેપ કરાયો હતો.

સેબીની કામગીરીની PAC સમીક્ષા કરશે

હિન્ડનબર્ગના આરોપો બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા માધબી પુરી બુચ સતત વિવાદોમાં રહી છે. તેમના પર એક પછી એક આરોપોનો વરસાદ થઈ રહ્યો છે. જો કે, અત્યારસુધી સેબીએ તમામ આરોપો મુદ્દે સ્પષ્ટતા આપતાં પાયાવિહોણા દર્શાવ્યા છે. હિન્ડનબર્ગની શરૂૂઆતથી માંડી આઈસીઆઈસીઆઈ બેન્કનો પગાર લેવા અને કર્મચારીઓને ટોક્સિક વર્ક કલ્ચર આપી રહી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. કોંગ્રેસ સહિત કર્મચારીઓ સતત સેબીના વડા પદેથી રાજીનામુ લેવાની માગ કરી રહ્યા છે. સરકારી ખર્ચા પર દેખરેખ રાખતી સંસ્થા પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC)એ આ વર્ષે પોતાના એજન્ડામાં સિક્યુરિટીઝ માર્કેટ ઓફ એક્સચેન્જ બોર્ડ (SEBI)ની કામગીરીની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિએ પોતાના એજન્ડાની નોટિફિકેશન જારી કરતાં જણાવ્યું હતું કે, સમીક્ષા પ્રક્રિયા દરમિયાન વર્તમાન સેબી વડા સાથે પુછપરછ કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement