બંગાળની ખાડીમાં લો પ્રેસર ચક્રવાતમાં ફેરવાયું, આંધ્રપ્રદેશ-પુડુચેરીમાં વાવાઝોડું
બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે જે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનના કારણે ભૂસ્ખલનની શક્યતા છે. આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે, ગુજરાતમાં ખાસ અસર થાય તેવી સંભાવના નહિવત છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થયું છે અને 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ થયું છે. જેના કારણે ઘણા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ તટ અને રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે.
આંધ્ર પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાન્કી કુર્મનાથે જણાવ્યું હતું કે, નસ્ત્રબંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે જે ઉત્તર-પશ્ચિમ દિશામાં 10 કિમી/ની ઝડપે આગળ વધી રહ્યું છે. તે ચેન્નાઈથી 440 કિમી, પુડુચેરીથી 460 કિમી અને નેલ્લોરથી 530 કિમી દૂર સ્થિત છે.
પુડુચેરી અને નેલ્લોરમાં સવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. કુર્મનાથે જણાવ્યું હતું કે, આ તોફાન પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ કરી રહ્યું છે. દક્ષિણ કિનારે અને રાયલસીમા પર ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની અપેક્ષા છે. કિનારે 40-60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે અને લોકોએ સતર્ક રહેવું જોઈએ અને જરૂૂરી સાવચેતી રાખવી જોઈએ.
બેંગલુરુમાં સતત વરસાદને કારણે હવામાન વિભાગે પઓરેન્જ એલર્ટથ જાહેર કર્યું છે. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં સાવચેતીના પગલા તરીકે, બેંગલુરુ શહેરમાં તમામ આંગણવાડી કેન્દ્રો, ખાનગી/સહાયિત પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ શાળાઓ અને કોલેજો બુધવારે બંધ રહેશે. દશેરાની રજાઓને કારણે શહેરની સરકારી શાળાઓ પહેલેથી જ બંધ છે.