રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દારૂ, સિગારેટથી પણ ખતરનાક છે એકલવાયું જીવન

05:29 PM Sep 05, 2024 IST | admin
Advertisement

હૃદયરોગ, ડિપ્રેશન, માનસિક તણાવ જેવી બીમારીનું જોખમ વધારે હોવાનો સંશોધનમાં દાવો

Advertisement

સોશિયલ મીડિયાના જમાનામાં ભલે હજારો લોકો તમને ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે પણ વાસ્તવિક જીવનમાં લોકો એકલતાનો શિકાર બની રહ્યા છે. આ એકલતાના કારણે આવી જ બીમારીઓ થઈ રહી છે જે આલ્કોહોલ પીવા, ધૂમ્રપાન અને સ્થૂળતાના કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં એકલતા દારૂૂ અથવા ધૂમ્રપાન કરતાં વધુ ખતરનાક છે આ દાવો ઙૠઈં ચંદીગઢના એક સંશોધનમાં કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં સારવાર માટે આવતા કેટલાક દર્દીઓનો આ સંશોધનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધન ઈન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજિકલ મેડિસિનમાં પ્રકાશિત થયું છે.

ઙૠઈં ચંદીગઢના મનોચિકિત્સા વિભાગના ડોક્ટરોનું કહેવું છે કે, એકલતા ઝડપથી સ્વાસ્થ્ય સંકટ તરીકે ઉભરી રહી છે. આ વાત હવે માત્ર શહેરી વિસ્તારો પુરતી મર્યાદિત નથી રહી પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ એકલતાનો શિકાર બની રહ્યા છે. એકલતાની સમસ્યા વૃદ્ધોમાં ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે. મધ્યમ વર્ગના લોકોમાં એકલતાનું સ્તર ઘણું ઊંચું છે. ઙૠઈં ચંદીગઢના મનોચિકિત્સા વિભાગમાં ડો.અસીમ મેહરા કહે છે કે, એકલતા શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. જેના કારણે હ્રદયરોગ, ડિપ્રેશન, માનસિક તણાવ જેવી સમસ્યાઓનું જોખમ વધારે રહે છે. જેમ દારૂૂ પીવાથી, ધૂમ્રપાન કરવાથી કે સ્થૂળતાથી થતા રોગો થાય છે, એવા જ રોગો એકલતાના કારણે થાય છે.

લોકો એકલતાને માત્ર લાગણીઓ સાથે સાંકળે છે પરંતુ તેની શરીર પર પણ ગંભીર અસર પડે છે. આનું કારણ એ છે કે, એકલતા શરીરમાં તણાવ પેદા કરે છે જે કોર્ટિસોલનું સ્તર વધારે છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે જેના વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. એકલતાના કારણે કોર્ટિસોલનું વધતું સ્તર અનેક રોગોનું કારણ બને છે. આ એવા રોગો છે જે દારૂૂ પીવા અથવા ધૂમ્રપાન કરતાં શરીર પર વધુ અસર કરી શકે છે.

એકલતા રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે શરીરને ચેપ અને રોગો માટે સંવેદનશીલ બનાવે છે. આ દર્દીની પુન:પ્રાપ્તિ પ્રક્રિયાને પણ ધીમી કરી શકે છે જે ઇજાઓ અથવા શસ્ત્રક્રિયામાંથી પુન:પ્રાપ્ત થવામાં સમય લઈ શકે છે. એકલતા ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ઊંઘ ન આવવાથી પણ અનેક બીમારીઓ થાય છે. તેનાથી હૃદયરોગ, બીપી અને હાઈ શુગરનું જોખમ વધી જાય છે. ઘણા કિસ્સાઓમાં, લાંબી એકલતા વ્યક્તિને ચિંતા અને ડિપ્રેશનનો શિકાર પણ બનાવે છે. ડિપ્રેશન પોતે જ એક ખતરનાક સમસ્યા છે.

Tags :
alcoholchandigadhchandigadhnewsindiaindia news
Advertisement
Next Article
Advertisement