રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રામમંદિર માટે મોદીના આભાર પ્રસ્તાવ સાથે લોકસભાનું સમાપન

11:22 AM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

રામરાજ્યની જેમ સુશાસનનો સંકલ્પ લેવાનો ઠરાવ: મોદીનું અંતિમ વક્તવ્ય

Advertisement

સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. ઐતિહાસિક રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાથી 17મી લોકસભાની કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. આ મુદ્દા પર રાજ્યસભામાં પણ ચર્ચા થશે. ભાજપે શુક્રવારે ત્રણ લાઇનનું વ્હિપ જાહેર કર્યું છે જેમાં પોતાના સાંસદોને શનિવારે બન્ને સદનમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું કે સંસદ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે એક પ્રસ્તાવ પ્રસાર કરશે.

સૂત્રએ કહ્યું, સંકલ્પ સિવાય વિકસિત ભારત માટે અમૃત કાળમાં આ સરકારની પ્રતિજ્ઞા અને રામ રાજ્યની જેમ સુશાસન સ્થાપિત કરવાના સંકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવશે. ચર્ચા આ વાત પર થઇ શકે છે કે આપણે કઇ રીતનો દેશ બનાવવા માંગીએ છીએ આપણી પાસે કઇ રીતનું નેતૃત્વ હોવું જોઇએ. વડાપ્રધાન સત્ર ખતમ થવાના પહેલા લોકસભામાં બોલી શકે છે.

શનિવારની લોકસભાની કાર્યવાહી અનુસાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ,બાગપતના ભાજપના સાંસદ અને કલ્યાણના શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે નિયમ 193 હેઠલ ચર્ચા ઉઠાવશે. રાજયસભામાં ભાજપ સાંસદો કે.લક્ષ્મણ, સુધાંસુ ત્રિવેદી અને રાકેશસિંહા દ્વારા આવો પ્રસ્તાવ રજુ કરાશે.

આ અઠવાડિયાની શરૂૂઆતમાં દેશનું નામ બદલીને ભારત કરવાની માંગ કરતા સત્યપાલ સિંહે લોકસભામાં કહ્યું હતું કે મોદી રામરાજ્યની સ્થાપનાની દિશામાં કામ કરી રહ્યાં છે, તેમણે કહ્યું હતું કે, જ્યાર સુધી રામ રાજ્ય સ્થાપિત નથી થઇ જતું, આપણે આરામથી નહીં બેસીયે. આઝાદીની લડાઇ દરમિયાન મહાત્મા ગાંધીએ રામ રાજ્ય સ્થાપિત કરવાની વાત કહી હતી. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ અને દીન દયાલ ઉપાધ્યાયના આદર્શોનું પાલન કરી રહ્યાં છીએ અને દેશમાં રામ રાજ્ય સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

25 જાન્યુઆરીએ કેન્દ્રિય મંત્રી મંડળે અયોધ્યા રામ મંદિર સમારંભ બાદ પ્રથમ વખત બેઠક યોજી હતી, જેમાં પીએમ મોદીને અભિષેક સમારંભ માટે શુભકામના આપતા એક પ્રસ્તાવ પ્રસાર કર્યો હતો. આ કેબિનેટ બેઠકને ઐતિહાસિક ગણવામાં આવી હતી.

Tags :
indiaindia newsLok Sabhapm narendra modiRam Mandir
Advertisement
Next Article
Advertisement