For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારો

04:01 PM Jul 12, 2025 IST | Bhumika
રાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારો

એક બાળકીને માથામાં પથ્થર વાગી જતા ઇજા, ટાયર ફાટી જવા છતાં પરિવાર ભાગીને અંબાજી પહોંચ્યો

Advertisement

રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે મોડી રાત્રે આ ઘટના બની હતી.

હુમલામા કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અંબાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતાં પરિવારે ત્રણ પૈડે કાર ભગાવી હતી. મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર જોડે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા. યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

મોડી રાત્રે રાજસ્થાન - ગુજરાત બોર્ડર નજીક આ હુમલો લુંટારૂ ટોળકીએ કર્યાનુ માનવામા આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement