ગુજરાત સહિતના રાજ્યમાં ધર્માતરનું નેટવર્ક ચલાવનાર 12 આરોપીઓને આજીવન કેદ
સમગ્ર મામલે 17 આરોપીઓ સામે થયેલ કેસમાં 16 દોષિત અન્ય ચાર આરોપીઓને 10 વર્ષની સજા
લખનૌની NIA અને અઝજ કોર્ટે આપેલ ઐતિહાસિક ચુકાદો
ઉત્તર પ્રદેશના લખનૌ એટીએસ અને એનઆઈએ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ધર્માતરણનું રેકેટ ચલાવનાર મૌલાના સહિતના 16 આરોપીઓને દોષિત ઠેરવી આ મામલે મૌલાના સહિતના 12 આરોપીઓને આજીવન કેદ જ્યારે અન્ય ચાર આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં એક આરોપીને કોર્ટમાંથી સ્ટે મળ્યો છે. હિન્દુમાંથી મુસ્લિમ બનીને સમગ્ર દેશમાં હિન્દુ યુવાનોને ભોળવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનું ધર્માન્તરનનું નેટવર્ક ચલાવનાર મૌલાના સહિતના આરોપીઓને એટીએસ અને એનઆઈએ કોર્ટના ખાસ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાટીએ સજા ફટકારી છે.
એટીએસે આ મામલે 20 જૂન 2021માં કેસ દાખલ કર્યો હતો. મુળ ફતેપુરના શ્યામ મુસ્લિમ બન્યા બાદ ધર્માંતરણનું નેટવર્ક શરૂ કર્યુ હતું. અને ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના રાજ્યમાં આ ધર્માંતરણનું રેકેટ ચલાવવામાં આવતું હતું. હિન્દુ યુવાનોનું બ્રેનવોશ કરી સારૂ જીવન અને લગ્ન તથા રૂપિયાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીને તેના માટે વિદેશથી ફંડ મળતું હતું. આ ટોળકી સામે કેટલાક મુકબધીરો બાળકોના અપહરણના આક્ષેપો પણ થયા હતાં.
આ સમગ્ર મામલે કોર્ટે મૌલાના કલીમ સીદીકી, કૌશર આલમ, ડો. ફરાજ બાબુલ્લા શાહ, પ્રસાદ રામેશ્ર્વરમ કોવરે ઉર્ફે આદમ, ભૂપ્રિય બંદો ઉર્ફે અર્સલાન મુસ્તુફા, મોહમદ ઉમર ગૌતમ, મુફ્તિ કાજી જહાંગીર કાસમી, ઈરફાન શેખ ઉર્ફે ઈરફાનખાન, સલાઉદીન જૈનુદિન શેખ, ધિરજ ગોવિંદ રાઉ જગતાપ, સરફરાઝ અલી ઝાફરી અને અબ્દુલ્લા ઉમરને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે રાહુલ ભોલા, મનુ યાદવ ઉર્ફે અબ્દુલ, મૌલાના સલીમ તેમજ કૃણાલ અશોક ચૌધરી ઉર્ફે આતિફને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે એક આરોપી ઈદરિસ કુરેશીને ઈલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. સમગ્ર ઘટનામાં અન્ય રાજ્યોના કેટલાક સ્થાનિકોની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.