મકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથી
દેશભરમાં લોકો પોતાની મિલકતો ભાડે આપે છે. આમાંથી તેઓ દર મહિને આવક મેળવે છે, જેના દ્વારા તેઓ પોતાનું ઘર ચલાવે છે. પરંતુ ઘણી વખત ભાડૂતો સરળતાથી ઘર અથવા જગ્યા ખાલી કરતા નથી જ્યાં તેઓ ભાડેથી રહેતા હોય છે. જો તમે પણ તમારું ઘર અથવા અન્ય કોઈ મિલકત ભાડે આપો છો, તો સુપ્રીમ કોર્ટે એક મામલામાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, જે મકાનમાલિક અને ભાડૂત બંને માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર મકાનમાલિક જ નક્કી કરશે કે ભાડાની જગ્યાનો કયો ભાગ તેણે પોતાની જરૂૂરિયાતો પૂરી કરવા માટે ખાલી કરવો જોઈએ. ભાડૂત ખાલી કરવાનો ઇનકાર કરી શકતો નથી કારણ કે મકાનમાલિક પાસે અન્ય મિલકતો છે અને તે તેમની પાસેથી તેની જરૂૂરિયાતો સંતોષી શકે છે.
અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું, મકાનમાલિકની વાસ્તવિક જરૂૂરિયાતના આધારે ભાડૂતને જગ્યામાંથી બહાર કાઢવા અંગેનો કાયદો સારી રીતે સેટલ છે. માત્ર જગ્યા ખાલી કરવાની ઈચ્છા કરતાં વાસ્તવિક જરૂૂરિયાત હોવી જોઈએ. ઘરમાલિક એ નક્કી કરવા માટે શ્રેષ્ઠ ન્યાયાધીશ છે કે તેની ખાસ જરૂૂરિયાતને પહોંચી વળવા માટે તેની કઈ મિલકત ખાલી કરવી જોઈએ. મકાનમાલિકે તેની જરૂૂરિયાતને સંતોષવા માટે કઈ મિલકત ખાલી કરવી જોઈએ તે નક્કી કરવામાં ભાડૂતની કોઈ ભૂમિકા નથી.
એક મકાનમાલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેણે તેના બે બેરોજગાર પુત્રો માટે અલ્ટ્રાસાઉન્ડ મશીન લગાવવું હતું અને આ જરૂૂરિયાતને કારણે તેણે ભાડૂતને મકાન ખાલી કરાવવું પડ્યું. જેને નીચલી કોર્ટે ફગાવી દીધી હતી અને પછી હાઈકોર્ટે પણ આ જ નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ભાડૂતે દલીલ કરી હતી કે મકાનમાલિક પાસે અન્ય મિલકતો છે અને તેના ઘરને બદલે તે અન્ય મિલકત ખાલી કરીને તેનો ઉપયોગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ભાડુઆતની આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે એકવાર મકાનમાલિકની સાચી જરૂૂરિયાત સંતોષાઈ જાય તો પણ ભાડૂત તેની સગવડતાના આધારે મકાનમાલિકને અન્ય કોઈ મિલકત ખાલી કરવાની માંગ કરીને દબાણ કરી શકે નહીં.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, આ કેસમાં મકાનમાલિક પાસે કેટલીક અન્ય સંપત્તિઓ હોઈ શકે છે, પરંતુ એકવાર તેણે તેના બે બેરોજગાર પુત્રો માટે અલ્ટ્રાસાઉન્ડ મશીન સ્થાપિત કરવાની વાસ્તવિક જરૂૂરિયાત માટે દાવો જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય લીધો હોય, તો તેને અન્ય ભાડૂતો સામે આવી કાર્યવાહી શરૂૂ કરવા દબાણ કરી શકાય નહીં. તે જ સમયે, પ્રથમ નજરે એવું લાગે છે કે અલ્ટ્રાસાઉન્ડ મશીન ઇન્સ્ટોલ કરવા માટે આ સ્થાન સૌથી યોગ્ય સ્થળ છે. કારણ કે આ સ્થળ મેડિકલ ક્લિનિક અને પેથોલોજીકલ સેન્ટરની બાજુમાં સ્થિત છે.