For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં પણ લાડકી: મહિલાઓને દર મહિને અપાશે રૂપિયા 1000

05:55 PM Mar 04, 2024 IST | admin
દિલ્હીમાં પણ લાડકી  મહિલાઓને દર મહિને અપાશે રૂપિયા 1000

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકારે મોટી જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણના માર્ગ પર ચાલીને કેજરીવાલ પણ લાડલીબહેન યોજના લાવ્યા છે. હકીકતમાં દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે દિલ્હીના નાણામંત્રી આતિષીએ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી છે. આતિશીએ કહ્યું કે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કરતાં દિલ્હીના નાણા મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હી સરકાર 18 વર્ષથી વધુ ઉંમરની દિલ્હીની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂૂપિયા આપશે, તેમણે ઉમેર્યું કે આપ સરકારે આ યોજના માટે 2000 કરોડ રૂૂપિયા ફાળવ્યા છે. ફાળવવામાં આવેલ છે. આતિશીએ કહ્યું, મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ, અરવિંદ કેજરીવાલ સરકાર 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂૂપિયા આપશે જેથી કરીને તેઓ પુસ્તકો ખરીદવા જેવા નાના ખર્ચાઓને પહોંચી શકે.

Advertisement

દિલ્હી સરકારે સોમવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે ₹ 76,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી આતિશીએ કહ્યું કે બજેટ રામ રાજ્ય પર આધારિત છે જે શહેરના લોકોનું જીવન સુધારવા માંગે છે. આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સરકારના હસ્તક્ષેપને કારણે 2014-15માં બજેટનું કદ ₹ 30,940 કરોડથી વધીને ₹ 76,000 કરોડ થયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement