રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમમાં કાર્યક્રમમાં જીવલેણ હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ, મચી અફરાતફરી

09:58 AM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મંદિરમાં જાગરણ અને ખીર વિતરણના કાર્યક્રમ દરમિયાન મોડીરાત્રે પિતા-પુત્ર લાકડી-છરી વડે તૂટી પડયા, ઉશ્કેરાયેલા લોકોએ હાઇવે બ્લોક કરી દીધો

જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન ગુરુવારે રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા આઠ લોકો પર છરી વડે હુમલો થયો હતો. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે સમજાવટ કરી રાત્રે લગભગ 1.30 વાગે જામ હટાવ્યો હતો.

કરણી વિહાર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગુરુવારે રાત્રે 9 વાગ્યે જાગરણનો કાર્યક્રમ હતો. આ પછી પ્રસાદ ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન પાડોશમાં રહેતા પિતા-પુત્રએ કાર્યક્રમ અંગે વાંધો ઉઠાવ્યો હતો. બોલાચાલી દરમિયાન તેણે સાગરિતોને બોલાવીને છરી વડે હુમલો કર્યો હતો.

રાત્રે લગભગ 2 વાગ્યા સુધી કરણી વિહાર પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની વાતચીતથી મામલો શાંત પડયો હતો. રાત્રે લગભગ 2 વાગ્યા સુધી કરણી વિહાર પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની વાતચીતથી મામલો શાંત પડયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આરોપ- વાતાવરણ બગાડવાનું ષડયંત્ર લોકોએ કહ્યું કે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જાણીજોઈને વાતાવરણ બગાડ્યું અને છરાબાજીની ઘટના બની હતી.

રાત્રે જ સ્થળ પર વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. હુમલાખોર નસીબ ચૌધરી અને તેના પુત્રને પોલીસે કસ્ટડીમાં લીધા છે. દરમિયાન અન્ય હુમલાખોરોની શોધ ચાલી રહી છે.

પેટ અને છાતી પર છરી વડે ઘા માર્યા હતા હુમલાખોરોએ લોકોના પેટ અને છાતી પર છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલોમાં શંકર બાગરા, મુરારીલાલ, રામ પારીક, લખનસિંહ જાદૌન, પુષ્પેન્દ્ર અને દિનેશ શર્મા અને અન્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આરોપીઓની ધરપકડની માગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે ઘટનાસ્થળે શાંતિ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ કરણી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત નિમ્બાર્ક નગરના શિવ મંદિરમાં સંઘ કાર્યકર્તાઓ દ્વારા શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યાં ખીર વિતરણનો કાર્યક્રમ ચાલતો હતો. ખીર અને ખેલના વિતરણની સાથે સંઘના સ્વયંસેવકો નારા લગાવી રહ્યા હતા. જ્યારે પાડોશમાં રહેતા એક વ્યક્તિએ આનો વિરોધ કર્યો તો તેણે હનુમાન ચાલીસા શરૂૂ કરી. જેનાથી ગુસ્સે થઈને પડોશમાં રહેતા પિતા-પુત્ર છરી અને લાકડીઓ સાથે ત્યાં આવ્યા હતા અને ત્યાં પહોંચતા જ તેણે લાકડી મારવાનું શરૂૂ કરી દીધું હતું. જેમાં સંઘના 7-8 કાર્યકરો ઘાયલ થયા હતા.

છરીબાજીની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ત્યાં જામ સર્જ્યો હતો. ત્યારબાદ સેંકડો લોકો કરણી વિહાર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. જો કે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

ખીરના માટલાને લાત મારી ગાળો ભાંડી, સમજાવવા જતા છરીબાજી કરી
સંઘના કાર્યકરો પર હુમલાની જાણ થતા રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેઓ હોસ્પિટલ ગયા છે અને ઘાયલોને મળ્યા છે. રાજસ્થાનમાં કાયદાનું શાસન રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના માટલાને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Tags :
attackindiaindia newsJaipurJaipur RSS eventRajasthanRajasthan newsRSS event
Advertisement
Next Article
Advertisement