મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો પણ પોતાની ગમતી વ્યક્તિને બચાવી લો
પૂનમ પાંડેએ જ્યારથી પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે ત્યારથી એક્ટ્રેસ સતત ચર્ચામાં છે. પહેલા પૂનમે ફેક ડેથ સ્ટંટ રમ્યો અને પછી આગલા દિવસે એક વીડિયો દ્વારા કહ્યુ કે આ બધુ તેમણે સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ જાગૃતતા માટે કર્યું છે. જેવા જ સમાચાર સામે આવ્યા તો હોબાળો મચી ગયો અને લોકોએ પૂનમને ટ્રોલ કરવાનું શરૂૂ કરી દીધુ. જ્યાં લોકોએ પૂનમને ખૂબ ટ્રોલ કરી તો અમુક લોકોએ એક્ટ્રેસના ફેવરમાં પણ વાત કરી.
આ વચ્ચે હવે પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વધુ સ્ટોરી શેર કરી અને તેમાં લખ્યુ કે મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો હવે આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. સ્ટોરીને પોસ્ટ કરતા એક્ટ્રેસે લખ્યુ કે પમને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો કે મને નફરત કરો પરંતુ પોતાની ગમતી વ્યક્તિને બચાવી લો. આને પોતાની વ્યક્તિઓ સાથે શેર કરો. પૂનમે આગળ લખ્યુ કે અમે જે કામ કર્યું છે તે એક અનોખા મિશનથી ઈન્સ્પાયર છે. અમે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા વધારવા ઈચ્છીએ છીએ. વર્ષ 2022માં ઈન્ડિયામાં સર્વાઈકલ કેન્સરના 123,907 કેસ આવ્યા અને 77,348 મોત થયા. બ્રેસ્ટ કેન્સર બાદ સર્વાઈકલ કેન્સર બીજો સૌથી વધુ ગંભીર રોગ છે.