For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલની જયુડિશિયલ આઠ ઓગસ્ટ સુધી લંબાવાઇ

05:42 PM Jul 25, 2024 IST | Bhumika
કેજરીવાલની જયુડિશિયલ આઠ ઓગસ્ટ સુધી લંબાવાઇ
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમસ્યા ઓછી થવાનું નામ લઇ રહી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂૂ કૌભાંડ સંબંધિત CBIકેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. હવે સુનાવણી 8 ઓગસ્ટે થશે. તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કેજરીવાલ રજૂ કરાયા હતા. સીબીઆઈએ તિહાર જેલમાંથી જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.

સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવી છે. અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે અને CBIકેસ સાથે સંબંધિત જામીન અરજી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી દિલ્હીના મુખ્યપ્રધાને મુખ્ય કાવતરા ખોરોમાંથી એકથ ગણાવ્યા છે. એજન્સીએ દાવો કર્યો છે કે અઅઙના ભૂતપૂર્વ મીડિયા પ્રભારી અને નજીકના સહયોગી વિજય નાયર ઘણા દારૂૂ ઉત્પાદકો અને વેપારીઓના સંપર્કમાં હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement