અનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવ
અનેક નેતાઓનો જેલવાસ, શીશમહેલ, લીકર પોલિસી અને રાજધાનીમાં ગંદકી તથા યમુનામાં ઝેરના મુદ્દે કેજરીવાલ એન્ડ પાર્ટી પરથી લોકોનો ભરોષો ઉઠ્યો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થઇ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. ભાજપની ભવ્ય જીતના કારણોમાં મુખ્યત્વે અનેક નેતાઓનો જેલવાસ, કરોડોના ખર્ચે બનાવેલ શીશ મહેલ, ઉપરાંત લિકર પોલીસી મુદ્દે ત્રણ મોટા નેતાઓને જેલ તથા છેલ્લે યમુનાના પાણીમાં પણ જેર ભેળવતા હોવાનો આક્ષેપ ગણાવાય છે.
AAPના પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા. આ ઉપરાંત મોટાભાગના ધારાસભ્યો સામે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઘણા ધારાસભ્યો એવા હતા જેઓ પોતાના વિસ્તારના લોકોની વચ્ચે ગયા ન હતા. ગંદા પાણી, તૂટેલા રસ્તા જેવા જેવા ઘણા પ્રશ્નો હતા. એવામાં ભાજપે આ બાબતે ધ્યાન આપીને માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું. ભાજપે મતદાતાઓની મુલાકાત લઈને તેમને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવ્યું.
દિલ્હીમાં AAP સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભી હતી તેનું નેતૃત્ત્વ કેવી રીતે જેલમાં ગયું? મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. રાજકારણમાં આવતા પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ટટઈંઙ સંસ્કૃતિનો અંત લાવશે. તેમણે કાર, બંગલો અને સુરક્ષા લેવાનો પણ ઇનકાર કર્યો હતો.
પરંતુ સત્તામાં આવ્યા પછી, તેમણે માત્ર લક્ઝરી કાર જ નહીં, પરંતુ કેન્દ્ર તરફથી ણ પ્લસ સુરક્ષા હોવા છતાં પંજાબ સરકાર પાસેથી ટોચની સુરક્ષા પણ લીધી. પરંતુ મુખ્યમંત્રી તરીકે, તેમણે પોતાના માટે બનાવેલા વધારાના વૈભવી ઘરથી તેમની છબી ખરડાઇ ગઈ હતી. મીડિયાએ તેમના નિવાસસ્થાનનું નામ શીશમહલ રાખ્યું હતું. CAG રિપોર્ટમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન પર થયેલા ખર્ચ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. દિલ્હી સરકાર પર વિધાનસભામાં ઘણા CAG રિપોર્ટ રજૂ ન કરવાનો આરોપ લગાવ્યો. હાઈકોર્ટે આ માટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી.
દિલ્હીમાં મફત ભેટો શરૂૂ કરીને જ અરવિંદ કેજરીવાલે સતત જીત મેળવી. પરંતુ મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા. સૌથી મોટો મુદ્દો સ્વચ્છ પીવાના પાણીની સપ્લાયનો હતો. ઉનાળામાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા હતા. સરકાર પર ટેન્કર માફિયાઓનું વર્ચસ્વ હતું. આ રીતે દિલ્હી સરકારે ટેન્કર માફિયાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી. અરવિંદ કેજરીવાલે 24 કલાક સ્વચ્છ પાણી પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પણ અહીં તો થોડા કલાકો સુધી ગંદુ પાણી પણ ન મળ્યું. આ સાથે, સમગ્ર દિલ્હીમાં સ્વચ્છતા વ્યવસ્થા પડી ભાંગી હતી. આમ આદમી પાર્ટી પણ ખઈઉ પર શાસન કરતી હોવાથી, પાર્ટી પાસે કોઈ બહાનું નહોતું. આ રીતે, ધીમે ધીમે લોકોનો આમ આદમી પાર્ટી પરથી વિશ્વાસ ઉઠી ગયો.
અરવિંદ કેજરીવાલે જેના કારણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું તે કોર્ટના આદેશો હજુ પણ તેમની સાથે છે. પાર્ટીએ આતિશીને નામમાત્રના મુખ્યમંત્રી બનાવ્યા. જનતા સારી રીતે જાણતી હતી કે, જો પાર્ટી જીતી જાય તો પણ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની શકશે નહીં. અને જો તે મુખ્યમંત્રી બનશે તો પણ તે કોઈ કામ કરી શકશે નહીં. દિલ્હીની સમસ્યાઓ એવી જ રહેશે. જો આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલને બદલે બીજા કોઈને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવ્યા હોત તો ચિત્ર અલગ હોત.