ઉનાળુ ઋતુના ફળો ખાઈને શરીરને સ્વસ્થ રાખીએ
ગરમીની ઋતુ એટલે કે ઉનાળો શરૂૂ થાય એટલે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને જેમ જેમ તાપમાન વધે તેમ શરીરમાં પાણીની માત્રા ઓછી થવા લાગે છે. તેવામાં જો તમે બેદરકારી રાખો તો ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, નબળાઈ લાગવી, સ્કિન સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. ઉનાળા દરમિયાન મસાલેદાર કે તળેલી વસ્તુઓ ખાવાથી પણ પાચનતંત્ર ખરાબ થાય છે સાથે જ ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે. ઉનાળાની ઋતુમાં, તમારા રોજિંદા આહારમાં મોટા ફેરફારો કરવા જરૂૂરી છે. આ ઋતુમાં શરીરને એનર્જી આપતા ખાદ્યપદાર્થો અને પીણાંનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, શરીરને હાઇડ્રેટ રાખવાની પદ્ધતિઓ પણ અજમાવવી જોઈએ. સપ્રમાણમાં ફળ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદા થાય છે. ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂૂરી છે. ઘણા લોકો આ સિઝનમાં વારંવાર પાણી પી શકતા નથી અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ લેખમાં ઉનાળાના ફળો વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમે આ સિઝનમાં ફિટ અને હાઇડ્રેટ રહેશો.
- ઉનાળાની ઋતુ માટે કાકડીને વરદાન ગણી શકાય. કાકડીમાં 95 ટકા પાણી હોય છે. કાકડીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પી શકતા નથી, તો કાકડી ચોક્કસ ખાઓ. કાકડીમાં સારી માત્રામાં ફાઈબર, વિટામિન ઊં અને વિટામિન અ હોય છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે. ડીહાઈડ્રેશનથી બચવા માટે કાકડી ખૂબ જ અસરકારક છે. તેમાં ઠંડક નું પ્રમાણ વધારે છે. ઓછી કેલરી, હાઈ ફાઈબર અને એન્ટી ઓક્સિન્ટ હોય છે. જે બ્લડ પ્રેશર ને ક્ધટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.કાકડી ખાવાથી શરીરમાં તાજગી આવે છે.
- બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન અ અને ઈનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે. તરબૂચનો ઉપયોગ કરવા માટે જ્યૂસ એ બીજી શ્રેષ્ઠ રીત છે.સલાડમાં ઉમેરીને એને રસદાર બનાવો.
- ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન ઈ વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લો ડેન્સિટી લિપોપ્રોટીન (ખરાબ કોલેસ્ટ્રોલ) લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે.ઉનાળામાં કેરીનો રસ સૌથી પ્રસિદ્ધ ડીશ છે જે લંચમાં હોય તો તમામને ખુશ કરે છે.લીલી કેરીનો અથાણાં માટે ઉપયોગ થાય છે.સલાડમાં પણ ઉમેરી શકાય છે.
- શક્કર ટેટી ઉનાળાનું પ્રિય ફળ છે. તે વિટામિન અ થી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બળતરા ઘટાડે છે. તેમાં હાજર વિટામિન સી કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. તે તમારી ત્વચામાં ચમક લાવે છે. કેન્ટલોપમાં હાજર બીટા-કેરોટીન તમારી આંખોના સ્વાસ્થ્યને વધારે છે અને એન્ટીઑકિસડન્ટો તમારા શરીરમાંથી મુક્ત રેડિકલને દૂર કરે છે. આ ફળ તમારા હૃદય માટે પણ સારું છે.શક્કર ટેટી ઠંડી, સ્ફૂર્તિદાયક અને પિત્ત, વાયુ, કબજિયાત નિવારક છે. શારીરિક શ્રમ પછી આ ફળ ખાવાથી થાક દૂર થાય છે.
- દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને અપચા ના ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન ઈ અને ઊં નો સારો સ્રોત છે. કચુંબર અને દહીંમાં ઉમેરી શકાય છે. તે ટેન્જી અને સ્વીટ ટેસ્ટ આપે છે.દ્રાક્ષનો રસ પાર્ટીમાં સૌથી વધારે ફેવરેબલ છે. દ્રાક્ષ સાથે સફરજન પણ ઉમેરી શકાય. આ રીતે આપણે સુગર ઓછી કરી શકીએ છીએ.
- ટેન્ગી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન ઈ નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન અ પ્રીકર્સર્સ કે જે વિટામિન અમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે. ઝેસ્ટી ટેસ્ટ અને હેલ્ધી ડાયેટ માટે તમારા રેગ્યુલર સલાડમાં ઓરેંજના થોડાક ટુકડાઓ ઉમેરો. જ્યુસ તરીકે પી શકાય. ઓરેન્જની છાલ બ્યુટી સેક્ટરમાં સૌથી પ્રસિદ્ધ છે.