ચક્રાવે ચડાવતાં મહારાષ્ટ્ર-ઝારખંડના એક્ઝિટ પોલ્સ
મોટાભાગનાં એક્ઝિટ પોલ્સમાં બન્ને રાજ્યોમાં ભાજપ ગઠબંધન બાજી મારી જાય તેવો સંકેત છતાં કેટલીક એજન્સીઓએ આપ્યો ઈન્ડિયા ગઠબંધનને સત્તાનો ચાન્સ
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે, તો બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, ઝારખંડમાં મતદારોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી 67.59 ટકા મતદાન થયું હતું. બંને રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે.
પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રમાં ગઉઅને 175થી 195 બેઠકો, મહાવિકાસ અઘાડીને 85-112 બેઠકો અને અન્યને 7-12 બેઠકો મળવાની ધારણા છે.
જ્યારે ઝારખંડમાં, પીપલ્સ પલ્સ મુજબ, એનડીએને 44-53 બેઠકો મળવાની ધારણા છે, ઈન્ડિયા ગઠબંધનને 25-37 બેઠકો મળવાની ધારણા છે જ્યારે અન્યને 5-9 બેઠકો મળવાની ધારણા છે. લોક પોલમાં ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન માટે 41-44 બેઠકોની આગાહી કરવામાં આવી છે લોક પોલે ઈન્ડિયા ગઠબંધન-ઉંખખ, કોંગ્રેસ, છઉંઉ અને ઈઙઈં(ખક) ને 41-44 બેઠકો આપી છે. એટલે કે આ ગઠબંધન ફરીથી સરકાર બનાવી શકે છે.