For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમલ હાસન, આયુષ્માન ખુરાનાને ઓસ્કાર એવોર્ડ સમારોહમાં આમંત્રણ

11:06 AM Jun 30, 2025 IST | Bhumika
કમલ હાસન  આયુષ્માન ખુરાનાને ઓસ્કાર એવોર્ડ સમારોહમાં આમંત્રણ

Advertisement

કોઈપણ સ્ટાર માટે ધ એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર , જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાનો એક છે તેમા સામેલ થવું એ મોટી વાત છે. આ વખતે ભારતીય સિનેમાના ઘણા મોટા નામો ઓસ્કાર સભ્યપદનો ભાગ બનવા જઈ રહ્યા છે.

આ મોટા સ્ટાર્સ કમલ હાસન અને આયુષ્માન ખુરાના છે. ગુરુવારે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે વિશ્વભરના 534 લોકોને સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું છે દક્ષિણ સિનેમાના દિગ્ગજ કમલ હાસન અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના ધ એકેડેમી મા જોડાઈને ઓસ્કાર એવોર્ડ્સ માટે મતદાન કરવા માટે પાત્ર બનશે. આ બે સ્ટાર્સ ઉપરાંત, કાસ્ટિંગ ડિરેક્ટર કરણ માલી, સિનેમેટોગ્રાફર રણવીર દાસ, કોસ્ચ્યુમ ડિઝાઇનર મેક્સિમા બાસુ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા સ્મૃતિ મુંધ્રા અને ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

ભારતીય સેલેબ્સ ઉપરાંત ઘણા હોલીવુડ સ્ટાર્સને પણ પહેલીવાર ઓસ્કાર વોટિંગના સભ્યપદમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલ 534 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં, એક્ટ્રેસ-સિંગર એરિયાના ગ્રાન્ડે, એક્ટર સેબેસ્ટિયન સ્ટેન, એક્ટર જેરેમી સ્ટ્રોંગ, એક્ટર જેસન મોમોઆ, એક્ટ્રેસ ઓબ્રે પ્લાઝા, એક્ટ્રેસ માર્ગારેટ ક્વોલી, એક્ટ્રેસ માઈક ફેસ્ટ, એક્ટ્રેસ મોનિકા બારબરો, એક્ટ્રેસ ગિલિયન એન્ડરસન વગેરેનો સમાવેશ થાય છે.

જો આ 534 નવા સભ્યો આમંત્રણ સ્વીકારે છે તો ધ એકેડેમી ના કુલ સભ્યોની સંખ્યા વધીને 11,120 થઈ જશે જેમાથી 10,143 સભ્યો મતદાન કરવા પાત્ર બનશે ઓસ્કાર વિજેતાઓ માટે મતદાન 12થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે અને નોમિનેશન યાદી 22 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ 15 માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાશે .

Advertisement
Tags :
Advertisement
Advertisement