For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારમાં હવે જેહાદની એન્ટ્રી, શરબત કં. ઉપર બાબા રામદેવના આરોપથી બબાલ

11:23 AM Apr 10, 2025 IST | Bhumika
વેપારમાં હવે જેહાદની એન્ટ્રી  શરબત કં  ઉપર બાબા રામદેવના આરોપથી બબાલ

પ્રખ્યાત યોગગુરૂૂ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં બાબા રામદેવે શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ લોકોએ તેનો વિરોધ શરૂૂ કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં રામદેવે પતંજલિ શરબતનો પ્રચાર કરતા દાવો કર્યો છે કે શરબત વેચતી કંપની તેની કમાણીનો એક ભાગ મસ્જિદો અને મદરેસાઓ બનાવવા માટે વાપરે છે.

Advertisement

પતંજલિ પ્રોડક્ટ્સના હેન્ડલ પરથી ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે, શરબત જેહાદના નામે વેચવામાં આવતા ટોયલેટ ક્લીનર્સ અને કોલ્ડ ડ્રિંક્સના ઝેરથી તમારા પરિવાર અને માસૂમ બાળકોને બચાવો. ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ ઘરે લાવો.

આ વીડિયોમાં બાબા રામદેવ સોફ્ટ ડ્રિંક્સની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ટોયલેટ ક્લીનર જેવું છે, જે ઉનાળામાં તરસ છીપાવવાના નામે પી જાય છે. રામદેવ આ સોફ્ટ ડ્રિંક્સને ભારતીયોના સ્વાસ્થ્ય પર હુમલો ગણાવે છે અને તેને ઝેર સાથે સરખાવે છે. વીડિયોમાં રામદેવ કહે છે, ઉનાળામાં તરસ છીપાવવાના નામ પર લોકો ઠંડા પીણા પીવે છે જે વાસ્તવમાં ટોયલેટ ક્લીનર છે. એક તરફ ટોયલેટ ક્લીનર જેવા ઝેરનો હુમલો છે અને બીજી તરફ શરબત વેચતી કંપની છે જે મસ્જિદ અને મદરેસા બનાવવા માટે તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ કરે છે. આ દંડ છે, આ તેમનો ધર્મ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement