જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયત બગડી, દહેરાદુન લઇ જવા તજવીજ
ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે (2 ફેબ્રુઆરી) સવારે પદ્મ વિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક આગ્રાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શિષ્યો તેમને દેહરાદૂનની અનુયાયી હોસ્પિટલમાં લઈ જવા માગે છે, તેથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દહેરાદૂન લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે.જગદગુરુ રામભદ્રાચાર્યને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાને કારણે આગરાની પુષ્પાંજલિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારીને ફોન કરીને તેમની ખબર પૂછી હતી.જગદગુરુની તબિયત બગડવાની માહિતી મળતાં જ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રામભદ્રાચાર્ય મહારાજે ચાર વર્ષ પહેલા હાર્ટ બાયપાસ સર્જરી કરાવી હતી, આથી તબીબો દરેક પ્રકારની તપાસ કરી રહ્યા છે.
પુષ્પાંજલિ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.વી.ડી. અગ્રવાલે જણાવ્યું કે રામભદ્રાચાર્ય મહારાજને હવાઈ માર્ગે દહેરાદૂન લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. અગ્રવાલે એમ પણ કહ્યું કે જો કે અત્યારે કોઈ ખતરો નથી, પરંતુ તેમના શિષ્યો તેમને દહેરાદૂન લઈ જવા માંગે છે, આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.