For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણી

04:16 PM Jul 05, 2025 IST | Bhumika
ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી  નવા સરપંચો સભ્યોને સીએમની ચેતવણી

સાફ સફાઇ માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટ બમણી કરી

Advertisement

રાજ્યના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અંગે ક્ડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમારી સરકાર ઝીરો ટોલરન્સ પોલીસમાં માને છે. ભ્રષ્ટાચાર કરનારને છોડવામાં નહી આવે, પૈસા પાછળ પડવા જેવુ નથી.આ ઉપરાંત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં જાહેરાત કરી કે, ગામડાંની સાફસફાઈ માટે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ હવે બમણી કરવામાં આવશે. અગાઉ, ગામની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ રૂા.4 ની ગ્રાન્ટ આપવામાં આવતી હતી.

મુખ્યમંત્રીના આ નવા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ રૂા.8ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પંચાયતોને વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ સ્વચ્છતાના સ્તરમાં સુધારો લાવવામાં મદદરૂૂપ થશે. આ જાહેરાતથી નવનિયુક્ત સરપંચો અને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસની સત્તા સરપંચોને આપવામાં આવી છે અને વિકાસના કામોમાં સરપંચની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમરસ પંચાયતોના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વખતે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 761 પંચાયતો સમરસ થઈ છે. સામાજિક સમરસતા માટે સમરસ ગ્રામપંચાયતનો અભિગમ અત્યંત મહત્વનો છે.

Advertisement

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના સુશાસનની સફર અને 12માં વર્ષની શરૂૂઆતને બિરદાવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે અને દેશની 2 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગામના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતા નાણા ફાળવે છે. આજે પણ રૂા.1236 કરોડ રૂૂપિયા પંચાયતોને ફાળવવામાં આવશે. અંતમાં, મુખ્યમંત્રીએ આપડું ગામ આપડું ગૌરવનો નારો આપતા નવનિયુક્ત પદાધિકારીઓને ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement