IPLનું બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર
- તા.8 એપ્રિલથી થશે શરૂ, બે નોકઆઉટ મેચ અમદાવાદમાં અને ચેન્નઈમાં ફાઈનલ જંગ
વિશ્ર્વભરમાં ક્રિકેટની રમત બદલી નાખનાર ઈન્ડિયન પ્રીમીયરલ લીગ (આઈપીએલ)ના બીજા તબક્કાનું શેડ્યુલ જાહેર કરી દેામાં આવ્યું છે. જે મુજબ ક્વોલિફાયર-1 મેચ તા. 21મેના અને અલિમિનેટર મેચ તા. 22મેના રોજ અમદાવાદમાં યોજાશે જ્યારે બીજી ક્લોવિફાયર મેચ તા. 24 મેના રોજ ચેન્નઈમાં અને તા. 25 મેના રોજ ફાઈનલ મેચ ચેન્નઈ ખાતે રમાશે.
લીગની 17મી સિઝનમાં અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. દરમિયાન, આઈપીએલ 2024 પ્લેઓફનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આઈપીએલ 2024ની ફાઈનલ મેચ ક્યાં રમાશે તેની માહિતી પણ સામે આવી છે. લોકસભા ચૂંટણીને કારણે, આઈપીએલ 2024ના પ્રથમ 17 દિવસનું જ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 4 ડબલ હેડર સહિત કુલ 21 મેચો યોજાઈ રહી છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, આઈપીએલ 2024નો ક્વોલિફાયર-1, 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 17મી સિઝનની એલિમિનેટર મેચ 22 મેના રોજ અમદાવાદમાં યોજાશે. બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. તેમજ આ સીઝનની ફાઈનલ મેચ પણ 26મી મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની ફાઈનલ 12 વર્ષ બાદ ચેપોકમાં રમાશે. આ પહેલા 2012માં આઈપીએલની ફાઈનલ ચેન્નાઈમાં રમાઈ હતી.
ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કાનું જ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું. હવે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. મતગણતરી 4 જૂને થશે. બીજો તબક્કો 8 એપ્રિલથી શરૂૂ થશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. આ મેચ ચેપોકમાં સાંજે 7.30 કલાકે શરૂૂ થશે. રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સની કેટલીક મેચ ધર્મશાલામાં રમાશે. પંજાબ કિંગ્સ 5 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને 9 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. બંને મેચ ધર્મશાલામાં રમાશે. આ સિવાય રાજસ્થાન રોયલ્સની 2 મેચ ગુવાહાટીમાં યોજાશે. 15 મેના રોજ આરઆર પંજાબ કિંગ્સ સામે ટકરાશે અને 19 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ ગુવાહાટી સામે ટકરાશે.
આઈપીએલ 2024: પ્લેઓફ શેડ્યૂલ
ક્વોલિફાયર 1 - અમદાવાદ, 21 મે
એલિમિનેટ ર -અમદાવાદ, 22 મે
ક્વોલિફાયર 2 -ચેન્નાઈ, 24 મે.
ફાઈનલ ચેન્નાઈ, -26 મે